રખેવાળ
બ્રેકિંગ
ગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગીગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગી
બનાસકાંઠા19 જૂન, 2026| Super Admin

પાલનપુર સિવિલમાં કમાલ: ગોળા-જલોત્રા નજીક ઘાયલ યુવાનની ફેફસાની સફળ સર્જરી

પાલનપુર સિવિલમાં કમાલ: ગોળા-જલોત્રા નજીક ઘાયલ યુવાનની ફેફસાની સફળ સર્જરી

રાજસ્થાનના આબુરોડ નજીક આવેલા સુરપગલા ગામના રહેવાસી અને દાંતા વિસ્તારમાં ખેત મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા 23 વર્ષીય મગનાભાઈ માર્ગ અકસ્માતમાં ગંભીર હદે ઘાયલ થતાં બનાસ જનરલ સિવિલ હોસ્પિટલ, પાલનપુર ખાતે તેમની સફળ સર્જરી કરવામાં આવી હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર, ગત 14 મેના રોજ મગનાભાઈ પોતાના ભાઈ સાથે બાઈક પર દાંતાથી પાલનપુર તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન ગોળા-જલોત્રા ગામ નજીક બાઈક અને પીકઅપ ડાલા વચ્ચે  અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં તેમને હાથ તેમજ છાતીના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેઓ બેભાન થઈ ગયા હતા.અકસ્માત બાદ 108 એમ્બ્યુલન્સની મદદથી તેમને તાત્કાલિક બનાસ જનરલ સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ પ્રાથમિક સારવાર આપી જરૂરી તપાસ હાથ ધરી હતી. એક્સ-રે સહિતની તપાસમાં છાતીના ભાગે ગંભીર ઈજાના કારણે ફેફસાંને નુકસાન પહોંચ્યું હોવાનું સામે આવ્યું હતું. દર્દીની ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખી તબીબોની ટીમ દ્વારા થોરાકોટોમી (છાતીમાં ફેફસાની જટિલ સર્જરી) કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. 

પરિવારજનોની સંમતિ બાદ સિવિલ સુપરિન્ટેન્ડન્ટ ડો. સુનિલભાઈ જોષીના માર્ગદર્શન હેઠળ સર્જરી વિભાગના ડો. કલ્પેશ પટેલ, ડો. રેખા ચૌધરી, ડો. સાર્થક પટેલ તથા એનેસ્થેસિયા વિભાગના તબીબો અને સ્ટાફની ટીમ દ્વારા સર્જરી હાથ ધરવામાં આવી હતી. આશરે એક કલાકની જહેમત બાદ સર્જરી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી હતી. લગભગ 20 દિવસ સુધી હોસ્પિટલમાં સારવાર અને દેખરેખ હેઠળ રાખ્યા બાદ દર્દીની તબિયતમાં નોંધપાત્ર સુધારો થતાં તેમને રજા આપવામાં આવી હતી. દર્દીના પરિવારજનોએ સફળ સારવાર બદલ બનાસ જનરલ સિવિલ હોસ્પિટલના તબીબો, નર્સિંગ સ્ટાફ અને સમગ્ર ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.

ટેગ્સ:#Palanpur

સંબંધિત સમાચાર