રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
વાવ-થરાદ18 એપ્રિલ, 2026| Super Admin

થરામાં તબીબી બેદરકારીનો આક્ષેપ : કે.જી. હોસ્પિટલમાં ઓપરેશન બાદ ૨૮ વર્ષીય યુવતીનું મોત

થરામાં તબીબી બેદરકારીનો આક્ષેપ : કે.જી. હોસ્પિટલમાં ઓપરેશન બાદ ૨૮ વર્ષીય યુવતીનું મોત

પરિવારજનોનો હોસ્પિટલના ડોક્ટર પર ગંભીર બેદરકારીનો આરોપ

ઑગડ તાલુકાના મુખ્ય મથક થરા -દિયોદર રોડ ત્રણ રસ્તા ખાતે આવેલી કે.જી. હોસ્પિટલમાં ઓપરેશન દરમિયાન ઑગડ તાલુકાના માંડલા ગામની ૨૮ વર્ષીય યુવતી ભારતીબેન ગણેશજી ઠાકોરનું મૃત્યુ થયું  છે.માંડલા ગામના પરિવારજનોએ હોસ્પિટલના ડોક્ટર પર ગંભીર બેદરકારીનો આરોપ લગાવ્યો છે.

જાણવા મળતી માહિતી મુજબ, માંડલા ગામના ભારતીબેન ગણેશભાઈ ઠાકોરને ૧૬ એપ્રિલ, ૨૦૨૬ના રોજ સવારે ૧૦ વાગ્યે થરાની કે.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બીજા દિવસે, ૧૭ એપ્રિલ, ૨૦૨૬ ના રોજ સવારે દશ વાગ્યે તેમનું ઓપરેશન શરૂ કરાયું હતું. ઓપરેશન ચાલુ હતું તે દરમિયાન ભારતીબેનની તબિયત અચાનક બગડી હતી. ડોક્ટરોએ તેમને તાત્કાલિક વધુ સારવાર માટે અન્ય હોસ્પિટલમાં લઈ જવાની સલાહ આપી હતી. ત્યારબાદ, કે.જી. હોસ્પિટલની એમ્બ્યુલન્સ મારફતે તેમને પાટણ રિફર કરવામાં આવ્યા હતા. પરિવારજનોના જણાવ્યા મુજબ ભારતીબેને રસ્તામાં જ પોતાનો જીવ ગુમાવ્યો હતો. પરિવારજનોએ કે.જી.હોસ્પિટલના ડોક્ટર પર ઓપરેશન દરમિયાન ગંભીર બેદરકારી દાખવી હોવાનો આરોપ લગાવ્યો છે,જેના કારણે તેમનું મૃત્યુ થયું. મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે પાટણની ધારપુર હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો.

આ મામલે કે.જી. હોસ્પિટલના ડો.રાજેશ કે.બ્રહ્મભટ્ટે મીડિયા સાથે ટેલિફોનીક વાતચીતમાં  જણાવ્યું કે, ભારતીબેનને ગર્ભાશયની બાજુમાં ગાંઠ હતી, જેનું ઓપરેશન સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું.ઓપરેશન બાદ તેમને રૂમમાં શિફ્ટ કરાયા ત્યારે તમામ મોનિટરિંગ સામાન્ય હતું.જોકે,બાદમાં તેમને અચાનક ખેંચ આવતા જીભ વળી ગઈ અને શ્વાસ લેવામાં તકલીફ પડી. ડોક્ટરે તાત્કાલિક ખેંચની સારવાર આપી અને પરિવારને નજીકના આઈસીયુમાં પહોંચવાની સલાહ આપી હતી. ડો. રાજેશના મતે, પાટણ સમયસર ન પહોંચી શકવાને કારણે દર્દીનું મૃત્યુ થયું, જેનું તેમને પણ દુઃખ છે. આ ઘટના અંગે થરા પોલીસ સ્ટેશનમાં એડી (અકસ્માત મોત) દાખલ કરવામાં આવી છે.પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

સંબંધિત સમાચાર