રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ4 જુલાઈ, 2026| Super Admin

પાટણમાં ભારે વરસાદ બાદ નગરપાલિકા દ્વારા યુદ્ધના ધોરણે સફાઈ અને સમારકામ શરૂ

પાટણમાં ભારે વરસાદ બાદ નગરપાલિકા દ્વારા યુદ્ધના ધોરણે સફાઈ અને સમારકામ શરૂ

અસરગ્રસ્ત વિસ્તારોમાં તાત્કાલિક રાહત અને પુનઃસ્થાપન કામગીરી હાથ ધરાઈ

પાટણ શહેરમાં ગતરાત્રી દરમિયાન પડેલા ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થવાની તેમજ કેટલીક સોસાયટીઓ અને નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જવાની સ્થિતિ સર્જાઈ હતી.આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસરના માર્ગદર્શન હેઠળ નગરપાલિકાની વિવિધ ટીમો દ્વારા સવારથી જ અસરગ્રસ્ત વિસ્તારોમાં તાત્કાલિક રાહત અને પુનઃસ્થાપન કામગીરી હાથ ધરવામાં આવી હતી.નગરપાલિકાની ટીમ દ્વારા રસ્તાઓ પર ધરાશાયી થયેલા વૃક્ષો અને ડાળીઓ દૂર કરવાની કામગીરી યુદ્ધના ધોરણે કરવામાં આવી હતી, જેથી વાહનવ્યવહાર અને જનજીવન ઝડપથી પૂર્વવત્ થઈ શકે. ઉપરાંત, જ્યાં વરસાદી પાણી ભરાયા હતા તે વિસ્તારોમાં પાણીના ઝડપી નિકાલ માટે પમ્પિંગ સહિતની જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

નગરપાલિકા દ્વારા શહેરની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને વરસાદને કારણે સર્જાતી કોઈપણ સમસ્યાના તાત્કાલિક નિવારણ માટે તમામ સંબંધિત ટીમોને સતર્ક રાખવામાં આવી છે. નાગરિકોને પણ અનાવશ્યક બહાર ન નીકળવા તેમજ કોઈપણ પ્રકારની સમસ્યા જણાય તો નગરપાલિકાને જાણ કરવા અપીલ કરવામાં આવી છે.

ટેગ્સ:#patan

સંબંધિત સમાચાર