રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ16 જૂન, 2026| Super Admin

રાધનપુર તાલુકાના કમાલપુરમાં વહીવટી બેદરકારી: તલાટી-વીસી ગેરહાજર રહેતાં વિદ્યાર્થીઓ પરેશાન

રાધનપુર તાલુકાના કમાલપુરમાં વહીવટી બેદરકારી: તલાટી-વીસી ગેરહાજર રહેતાં વિદ્યાર્થીઓ પરેશાન

રાધનપુર તાલુકાના કમાલપુર ગામમાં ગ્રામ પંચાયતના વી.સી. તથા તલાટીની સતત ગેરહાજરીને કારણે ગ્રામજનો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા હોવાનું સામે આવ્યું છે ખાસ કરીને શાળાઓ શરૂ થઈ ગયેલી હોવાથી વિદ્યાર્થીઓને શૈક્ષણિક હેતુઓ માટે આવકના દાખલા, જાતિના દાખલા સહિતના જરૂરી દસ્તાવેજોની તાત્કાલિક જરૂરિયાત છે, પરંતુ જવાબદાર કર્મચારીઓ સમયસર હાજર ન રહેતાં વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને વારંવાર પંચાયત કચેરીના ધક્કા ખાવા પડી રહ્યા છે. 

કમાલપુર ગ્રામજનોના જણાવ્યા અનુસાર અનેક વખત કચેરીએ પહોંચ્યા બાદ પણ સંબંધિત અધિકારીઓ હાજર મળતા નથી, જેના કારણે જરૂરી કામગીરી અટવાઈ રહી છે. આવકના દાખલાઓ વિના વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ, પ્રવેશ પ્રક્રિયા અને અન્ય સરકારી યોજનાઓનો લાભ મેળવવામાં મુશ્કેલી પડી રહી છે. ગામલોકોમાં વહીવટી તંત્ર સામે રોષની લાગણી જોવા મળી રહી છે કમાલપુર ગ્રામજનોએ માંગ કરી છે કે કમાલપુર ગ્રામ પંચાયત ખાતે વી.સી. અને તલાટીની નિયમિત હાજરી સુનિશ્ચિત કરવામાં આવે તેમજ વિદ્યાર્થીઓ અને સામાન્ય નાગરિકોની કામગીરી તાત્કાલિક ધોરણે પૂર્ણ કરવામાં આવે.

સંબંધિત સમાચાર