રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
વાવ-થરાદ11 મે, 2026| Super Admin

ઢીમામાં તંત્રનું મેગા ઓપરેશન: સરકારી જમીનો પરના દબાણો પર બુલડોઝર ફર્યું

ઢીમામાં તંત્રનું મેગા ઓપરેશન: સરકારી જમીનો પરના દબાણો પર બુલડોઝર ફર્યું

કોર્ટમાં કેસ છતાં કાર્યવાહીથી અરજદારોમાં આક્રોશ

વાવ થરાદ જિલ્લાના ધરણીધર તાલુકાના ઢીમા ગામે સરકારી જમીન પરના દબાણ હટાવવાની કામગીરી વહીવટી તંત્ર હાથ ધરવામાં આવતા કબજેદારોમાં રોષ જોવા મળ્યો હતો.વાવ તાલુકામાંથી ધરણીધર તાલુકો અલગ બન્યો છે જે તાલુકામાં ભોરલ ત્રણ રસ્તા ઉપર આવેલ સરકારી જમીનો ઉપરના દબાણો દૂર કરવાની ઢીમા મામલતદાર દ્રારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં ઢીમા ગામના સર્વે નં. ૨૯ અને ૩૦ વાળી જમીનને સરકારી માલિકીની ગણાવી ત્યાં ‘પ્રવેશબંધી’ અને ‘કબજો ખાલી કરવા અંગેના બોર્ડ લગાવી દેવામાં આવ્યા છે .તંત્ર દ્વારા જમીન મહેસૂલ કાયદાની કલમ-૬૧ મુજબ દબાણ હટાવવાનો હુકમ કરવામાં આવ્યો છે જમીન ધારકોના જણાવ્યા અનુસાર આ જમીન તેઓ ૧૯૭૫ કે તેથી પણ પહેલાના જાગીરી અને રજવાડા વખતના સમયથી ખેડે છે આ અંગે ખેડૂતોએ જણાવ્યું હતું કે આ જમીન પર તેમનો પેઢી દર પેઢીથી કબજો છે ૫૬ વર્ષથી તેઓ પોતે જ આ જમીન ખેડી રહ્યા છે આ જમીન બાબતે હાલ હાઈકોર્ટ પ્રાંત કચેરી અને સ્થાનિક કોર્ટમાં અપીલો અને કેસ ચાલી રહ્યા છે ન્યાયિક પ્રક્રિયા ચાલુ હોવા છતાં તંત્રએ એકાએક કબજો લેવાની કાર્યવાહી શરૂ કરી છે ખેડૂતોનો આક્ષેપ છે કે શુક્રવારે મોડી સાંજે ૭:૧૦ વાગ્યે નોટિસ આપવામાં આવી હતી. ત્યારબાદ શનિ-રવિ જાહેર રજા હોવા છતાં સોમવારે સવારે કબજો ખાલી કરી દેવાની સૂચના અપાઈ હતી. ખેડૂતોને કાયદાકીય રક્ષણ મેળવવા માટે પૂરતો સમય આપવામાં આવ્યો નથી ખેડૂતો પાસે ૧૯૮૨ની જૂની નોટિસો અને પુરાવાઓ હોવા છતાં, સરકારી કચેરીના કર્મચારીઓ પાસે આ અંગેનો કોઈ રેકોર્ડ ઉપલબ્ધ ન હોવાનું જણાવી ખેડૂતોની રજૂઆતને અવગણવામાં આવી રહી છે પરેશાન ખેડૂતોએ રાજ્ય સરકાર અને ઉચ્ચ કક્ષાએ વિનંતી કરી છે કે તેઓ ગરીબ ખેડૂત છે અને વર્ષોથી આ જમીન પર નભે છે. જો કેસ કોર્ટમાં પડતર હોય તો તંત્રએ ઉતાવળ કરવાને બદલે ખેડૂતોને પૂરતો સમય આપવો જોઈએ અને ન્યાયિક તપાસ બાદ જ આગળની કાર્યવાહી કરવી જોઈએ.જોકે આ બાબતે ધરણીધર તાલુકાના મામલતદાર ધ્રુવ ડામોરે જણાવ્યું હતું કે  હાલ બે સર્વે નંબરોની કાર્યવાહી કરી  જમીન  છુટી કરવામાં આવી છે.

સંબંધિત સમાચાર