અમદાવાદ-ઉદેપુર નેશનલ હાઈવે પર સોમવારે મધરાતે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. હિંમતનગરથી અમદાવાદ તરફ જઈ રહેલું એક ખાલી ડમ્પર પ્રાંતિજના રેલવે ઓવરબ્રિજ પરથી નીચે પડી ગયું હતું. અકસ્માત રાત્રે બન્યો હતો. ડમ્પર ઓવરબ્રિજની બાજુમાંથી લગભગ 10 ફૂટ નીચે પડ્યું હતું. આ અકસ્માતમાં ડમ્પરના ચાલકને શરીરે ઈજાઓ થઈ હતી. ઘટનાની જાણ થતાં તરત જ 108 એમ્બ્યુલન્સ સ્થળ પર પહોંચી હતી. ઈજાગ્રસ્ત ચાલકને તાત્કાલિક પ્રાંતિજ સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. પ્રાંતિજ પોલીસને અકસ્માતની જાણ થતાં પોલીસ કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે, હાલમાં આ માર્ગ પર ઓવરબ્રિજનું બાંધકામ ચાલી રહ્યું છે.
અકસ્માત; અમદાવાદ તરફ જઈ રહેલું ડમ્પર ઓવરબ્રિજથી નીચે પડ્યું

ટેગ્સ:#accident#legal action#Himmatnagar#Emergency Response#Traffic Incident#Road Safety#Hospital Treatment#Construction Work#Dumper Fall#Ahmedabad-Udaipur National Highway#Prantij#Overbridge Incident#Driver Injured#108 Ambulance#Nighttime Accident
સંબંધિત સમાચાર
સાબરકાંઠાએક વર્ષથી પોલીસને હાથતાળી આપતો ઠગ જેલભેગો: સાબરકાંઠા LCBએ દબોચી લીધો
1 દિવસ પહેલા
સાબરકાંઠાવિજયનગરમાં મહુડાની બમ્પર સીઝન: બજારમાં રેકોર્ડબ્રેક આવકથી આદિવાસીઓ ખુશખુશાલ
1 દિવસ પહેલા
સાબરકાંઠાખેડબ્રહ્મા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે ૨૦મી વૈજ્ઞાનિક સલાહકાર સમિતિની બેઠક યોજાઈ
4 દિવસ પહેલા
સાબરકાંઠાઐતિહાસિક ઈડરિયો ગઢ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની અનોખી ઉજવણી
1 અઠવાડિયા પહેલા
