રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયુંવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયું
બનાસકાંઠા7 એપ્રિલ, 2026| Super Admin

ચૂંટણી જંગમાં 'આપ' આગળ : બનાસકાંઠામાં AAPએ રણશિંગું ફૂંક્યું, ભાજપ-કોંગ્રેસ હજુ મંથનમાં

ચૂંટણી જંગમાં 'આપ' આગળ : બનાસકાંઠામાં AAPએ રણશિંગું ફૂંક્યું, ભાજપ-કોંગ્રેસ હજુ મંથનમાં

ઉમેદવારોને લઈ ઉત્સુકતા અને ઉત્તેજના અકબંધ

બનાસકાંઠા જિલ્લામાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં શરૂઆતથી જ રાજકીય ચહલપહલ જોવા મળી રહી છે, પરંતુ ઉમેદવારોની પસંદગી મુદ્દે પરંપરાગત મુખ્ય રાજકીય પક્ષોમાં સ્પષ્ટતા ન હોવાથી માહોલ હજુ પૂર્ણ રીતે ગરમાયો નથી. “આરંભે શૂરા…” ઉક્તિને સાર્થક કરતા આમ આદમી પાર્ટી (આપ) એ અનેક બેઠકો પર પોતાના ઉમેદવારો જાહેર કરી દીધા છે. તેની સામે પરંપરાગત હરીફ ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોના મોવડી મંડળો ઉમેદવારોની પસંદગી મામલે હજી અવઢવમાં હોવાનું જોવા મળી રહ્યું છે. જાતિવાદી સમીકરણો, નવા સીમાંકન પછીની રાજકીય પરિસ્થિતિ અને મતદારોના મિજાજને ધ્યાનમાં રાખીને બંને પક્ષો વિરોધને ખાળવા  સામેના ઉમેદવારોની જાહેરાતની રાહ જોવાની વ્યૂહરચના અપનાવી રહ્યા છે.

ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ હોવા છતાં બીજા દિવસે પણ મોટા ભાગની બેઠકો પર કોઈ ખાસ હલચલ જોવા મળી નથી, જેના કારણે ઉમેદવારોમાં પણ નિરસતા છવાઈ છે.પણ ઉમેદવારી ફોર્મ ભરવા જરૂરી દાખલા મેળવવા ઉમેદવારો અને તેમના સમર્થકો દોડધામ કરી રહ્યા છે.બીજી બાજુ મોટી સંખ્યામાં ફોર્મનું વિતરણ પણ થઈ રહ્યું છે. આ વચ્ચે “મુરતિયા” ઉમેદવારોને લઈ રાજકીય વર્તુળો તેમજ સામાન્ય જનતામાં ભારે ઉત્સુકતા અને ચર્ચાઓ ચાલી રહી છે. લોકો આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા છે કે ભાજપ અને કોંગ્રેસ કયા નવા ચહેરાઓને મેદાનમાં ઉતારશે અને શું સ્થાનિક સમીકરણોને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવાશે કે નહીં ? 

આગામી દિવસોમાં ઉમેદવારો જાહેર થતાં જ ચૂંટણી માહોલ એકાએક ગરમાશે તે નિશ્ચિત માનવામાં આવે છે, પરંતુ હાલની પરિસ્થિતિમાં ગૂંચવણ અને અનિશ્ચિતતાએ સમગ્ર રાજકીય વાતાવરણને થોડું ઠંડુ રાખ્યું છે.

સંબંધિત સમાચાર