સાંતલપુરના વૌવા ગામના યુવકને ચાર શખ્સોએ આડા સંબંધની શંકાએ માર માર્યો

સાંતલપુર તાલુકાના વૌવા ગામના એક યુવક પર તેની પત્ની સાથે આડા સંબંધ હોવાની શંકા રાખી ચાર શખ્સોએ દાત્રાણા રોડ પર હુમલો કર્યો હતો. આ ઘટનામાં યુવકને લાકડી અને લોખંડની પાઇપ વડે માર મારી ગંભીર રીતે ઇજા પહોંચાડવામાં આવી હતી. ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે ધારપુર હોસ્પિટલ ખસેડાયો હતો.આ મામલે સાંતલપુ
ર પોલીસ મથકે ચાર આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.સાંતલપુર પોલીસ મથકે નારણભાઈ મહાદેવભાઈ બોરીચાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, તેઓ પોતાના પિતરાઈ ભાઈ વેલાભાઇ સાથે મોટર સાઇકલ પર સાંતલપુરથી વૌવા ગામ જઈ રહ્યા હતા.આ દરમિયાન, દાત્રાણાથી વૌવા જવાના રોડ પર ભોજાસરી તલાવડી પાસે આવેલા નાગલ માતાજીના મંદિર નજીક બમ્પ આવતા નારણે મોટર સાઇકલ ધીમી પાડી હતી.
ત્યાં અગાઉથી હથિયારો સાથે ઉભેલા વૌવા ગામના રસિક રવાભાઈ ધયડા,મેદા જીતાભાઇ ધયડા, કાંતી રવાભાઇ ધયડા અને બાબુ રવાભાઈ ધયડાએ તેમને આંતર્યા હતા. હુમલાખોરો પૈકી મેદાભાઇએ લાકડી વડે હુમલો કરતા નારણ મોટર સાઇકલ પરથી નીચે પડી ગયા હતા. આરોપીઓએ નારણ પર બાબુની પત્ની સાથે આડા સંબંધ હોવાનો વહેમ રાખી ગાળાગાળી શરૂ કરી હતી.ત્યારબાદ, ચારેય શખ્સોએ એકસંપ થઈ લાકડી અને લોખંડની પાઇપો વડે નારણને શરીરના ભાગે આડેધડ માર માર્યો હતો. આ હુમલામાં નારણને બંને પગે ઢીંચણ નીચે, પીઠના ભાગે અને જમણા હાથના કાંડા પર ગંભીર ઇજાઓ પહોંચી હતી. હુમલા દરમિયાન નારણના પિતરાઈ ભાઈએ વચ્ચે પડી તેમને વધુ માર ખાતા બચાવ્યા હતા. જતા-જતા આરોપીઓએ જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.
ઘટના બાદ ઇજાગ્રસ્ત યુવકને રાહદારીઓની મદદથી સાંતલપુર સરકારી દવાખાને અને ત્યાંથી વધુ સારવાર માટે ધારપુર રીફર કરવામાં આવ્યો હતો, જ્યાં તેને બંને પગે ટાંકા લેવા પડ્યા હતા. આ મામલે સાંતલપુર પોલીસે ચારેય આરોપીઓ વિરુદ્ધ બી.એન.એસ કલમ 118(1), 115(2), 296(b), 351(3), 54 અને જી.પી.એક્ટની કલમ 135 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ દિલીપસંગ લાભુજી જાડેજા એ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
સંબંધિત સમાચાર
પાટણહારીજ સાયબર ફ્રોડ કેસ: આરોપીની જામીન અરજી પાટણ કોર્ટે ફગાવી
1 દિવસ પહેલા
પાટણસમી: બંધ જિનિંગ ફેક્ટરીમાંથી ૬ મહિનાની ત્યજી દીધેલી બાળકી મળી આવતા ચકચાર
1 દિવસ પહેલા
પાટણરાધનપુરમાં રેતીના ડમ્પરોની બેફામ અવરજવર: ખાણ-ખનીજ વિભાગની મિલીભગતની ગંભીર આક્ષેપો
1 દિવસ પહેલા
પાટણસિદ્ધપુર હાઈવે પર રોંગ સાઈડમાં ઉભેલી ટ્રક પાછળ બાઈક અથડાતાં ચાલકનું ઘટના સ્થળે મોત
2 દિવસ પહેલા
