રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયુંવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયું
બનાસકાંઠા22 મે, 2025| Super Admin

પાલનપુરમાં યુવકને માર મારી તેની પાસેથી 22 હજાર પડાવી લેવાયા

પાલનપુરમાં યુવકને માર મારી તેની પાસેથી 22 હજાર પડાવી લેવાયા
યુવકને જાતિ અપમાનિત ગાળો બોલી જાન થી મારી નાખવાની ધમકી અપાઇ; પાલનપુરના સોનબાગ વિસ્તારમાં રહેતો એક યુવક એક્ટિવા લઇ સત્કાર સોસાયટીમાં જઇ રહ્યો હતો દરમ્યાન એક ઈસમે તેને રસ્તામાં ઉભો રખાવી તેને જાતિ અપમાનિત ગાળો બોલી તેમજ ગડદા પાટું નો માર મારી તેની પાસે રહેલા રૂ.22 હજાર પડાવી લઇ જાન થી મારી નાખવાની ધમકી આપતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. પાલનપુરમાં મીરા દરવાજા બહાર આવેલ સોનબાગ માં રહેતો અને નર્સિંગના બીજા વર્ષમાં અભ્યાસ કરતા જીગર પ્રવીણભાઈ વણકર પરમારને સોનબાગ રબારી વાસમાં રહેતો સંજય કાળુભાઇ રબારી નામનો ઇસમ બે દિવસથી જાતિ અપમાનિત કરી જગડા કરતો હતો. જે વચ્ચે જીગર પરમાર તેના સંબધી ને મળવા એક્ટિવા લઈને જઇ રહ્યો હતો. દરમ્યાન સત્કાર સોસાયટી પાસે વણકર સમાજના સ્મશાન પાસે સંજય રબારી એ તેને ઉભો રખાવી જાતિ અપમાનિત ગાળો બોલતા તેને ગાળો બોલવાનું ના પડતા તેને ગડદા પાટું નો માર તેમજ પાઇપ વડે માર મારતા તે નીચે પડી જતા તેની પાસે રહેલ રૂ.22 હજાર ભરેલું પાકીટ લઇ અને જાન થી મારી નાખવાની ધમકી આપી પલાયન થઇ જતા તેની વિરૂદ્ધ પૂર્વ પોલીસ મથકે ફરિયાદ દાખલ કરવામાં આવતા પોલીસે આરોપીને પકડી પાડવા કવાયત હાથ ધરી હતી.

સંબંધિત સમાચાર