રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ15 માર્ચ, 2025| Super Admin

વ્યાજખોર ના ત્રાસથી ત્રસ્ત બનેલ ચારૂપ ના યુવાને ઝેર ઘોળ્યુ

વ્યાજખોર ના ત્રાસથી ત્રસ્ત બનેલ ચારૂપ ના યુવાને ઝેર ઘોળ્યુ
પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી; પાટણ સરસ્વતી તાલુકાના ચારુપ ગામના 25 વર્ષીય જયંતીભાઈ રાવળ નામના યુવાને વ્યાજખોરની સતત ધમકીઓથી કંટાળીને ઝેરી દવા ગટગટાવી લેતા અને બનાવની જાણ પરિવારના સભ્યો ને થતાં તેઓએ તાત્કાલિક સારવાર માટે પાટણની ધારપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે તો બનાવની જાણ પોલીસ ને કરાતા પોલીસે આગળ ની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. આ બાબતે મળતી માહિતી મુજબ આજથીત્રણેક વર્ષ પહેલા ચારૂપ ગામના જયંતીભાઈ એ તેમના બીમાર ભાઈ કનુભાઈની સારવાર માટે પાટણના સિદ્ધરાજભાઈ પાસેથી 5% વ્યાજે 50 હજાર રૂપિયા ઉછીના લીધા હતા.અને તેનું નિયમિત વ્યાજ જયંતીભાઈએ ચૂકવ્યું હતું અને અત્યાર સુધીમાં લગભગ દોઢ લાખ રૂપિયા વ્યાજ પેટે ચૂકવી દીધા હતા. પરંતુ થોડા સમય પહેલા જયંતીભાઈએ સિદ્ધરાજભાઈને એક ચેક આપ્યો હતો. આ ચેક રિટર્ન થતાં સિદ્ધરાજભાઈએ તેમની વિરુદ્ધ પાટણ કોર્ટમાં કેસ દાખલ કર્યો છે. જેને લઈને જયંતીભાઈએ હપ્તેથી પૈસા ચૂકવવાની તૈયારી બતાવી હતી પરંતુ હપ્તા માટે સિદ્ધરાજભાઈ માન્યા ન હતાં અને તેઓ દ્ધારા વારંવાર જયંતીભાઈના ઘરે આવીને અપશબ્દો બોલી ધમકીઓ આપી કડક ઉઘરાણી કરતા હોય જે બાબત ના ત્રાસથી કંટાળીને જયંતીભાઈએ ગતરોજ ઝેરી દવા ગટગટાવી લેતા અને તેઓને ઉલટીઓ થતાં તેમના પરિવારજનોએ તેમને તાત્કાલિક સારવાર માટે ધારપુર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ ની પોલીસને જાણ કરાતા પોલીસે આ મામલે ગુનો નોંધીને તપાસ શરૂ કરી હોવાનું જાણવા મળ્યું છે.

સંબંધિત સમાચાર