રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
અરવલ્લી13 જાન્યુઆરી, 2025| Super Admin

પોલીસે આંતરરાજ્ય સરહદ પર સફળતા : ટ્રકમાંથી કુલ 8,340 બોટલ વિદેશી દારૂ જપ્ત

પોલીસે આંતરરાજ્ય સરહદ પર સફળતા : ટ્રકમાંથી કુલ 8,340 બોટલ વિદેશી દારૂ જપ્ત

અરવલ્લી જિલ્લાના શામળાજી પોલીસે આંતરરાજ્ય સરહદ પર મોટી સફળતા મેળવી છે. પોલીસને મળેલી બાતમીના આધારે અણસોલ ચેકપોસ્ટ પર વહેલી સવારે વાહન ચેકિંગ દરમિયાન એક શંકાસ્પદ ટ્રકને રોકી તપાસ કરતાં બળતણના વેસ્ટ લાકડાની આડમાં છુપાવેલો મોટી માત્રામાં વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. પોલીસે ટ્રકમાંથી કુલ 8,340 બોટલ વિદેશી દારૂ જપ્ત કર્યો છે, જેની કિંમત ₹12.70 લાખ આંકવામાં આવી છે. આ કાર્યવાહી દરમિયાન પોલીસે ટ્રક ડ્રાઇવર સહિત બે આરોપીઓની ધરપકડ કરી છે. શામળાજી પોલીસે ટ્રક અને દારૂનો જથ્થો કબજે કરી લીધો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ રાજસ્થાન તરફથી ગુજરાતમાં પ્રતિબંધિત વિદેશી દારૂની હેરાફેરી કરી રહ્યા હતા. પોલીસે આ દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો, કોણે મંગાવ્યો હતો અને ક્યાં લઈ જવાનો હતો તે અંગે વિસ્તૃત તપાસ શરૂ કરી છે. ગુજરાત-રાજસ્થાન સરહદ પર આવેલી અણસોલ ચેકપોસ્ટ પર પોલીસની સતર્કતાને કારણે દારૂની હેરાફેરીનો આ પ્રયાસ નિષ્ફળ બનાવવામાં સફળતા મળી છે.

સંબંધિત સમાચાર