રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
પાટણ22 એપ્રિલ, 2026| Super Admin

પાટણ સબોસણ રોડ પર કાળમુખો અકસ્માત; બાઈક અને એક્ટિવા વચ્ચે સર્જાયેલી ટક્કરમાં આધેડનું મોત, બે ઘાયલ

પાટણ સબોસણ રોડ પર કાળમુખો અકસ્માત; બાઈક અને એક્ટિવા વચ્ચે સર્જાયેલી ટક્કરમાં આધેડનું મોત, બે ઘાયલ

મૃતક આધેડના પુત્રની ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

પાટણના કુણઘેરથી સબોસણ જતા માર્ગ પર બાઇક અને એક્ટિવા વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો.આ ઘટનામાં એક આધેડનું મૃત્યુ થયું છે, જ્યારે અન્ય બે વ્યક્તિઓને ઇજાઓ પહોંચી છે. પાટણ તાલુકા પોલીસે મોટરસાયકલ ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. આ અકસ્માત સવારે લગભગ 11:30 વાગ્યાના અરસામાં કુણઘેરથી આશરે 2 કિલોમીટર દૂર સબોસણ રોડ પર બન્યો હતો. પાટણના મોતીસા દરવાજા પાસે આવેલી સંતકેવલ સોસાયટીમાં રહેતા પ્રકાશભાઈ કાંતિભાઈ પટણી અને તેમના પત્ની જ્યોત્સનાબેન પોતાનું એક્ટિવા (GJ-24-Q-3449) લઈને જઈ રહ્યા હતા તે સમયે સામેથી પૂરઝડપે અને ગફલતભરી રીતે આવતી એક મોટરસાયકલ (GJ-24-AK-7772) ના ચાલકે એક્ટિવાને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે એક્ટિવા પર સવાર દંપતી રોડની બાજુમાં ફેંકાઈ ગયું હતું.અકસ્માત બાદ પ્રકાશભાઈને માથા અને કપાળના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી, જ્યારે તેમના પત્ની જ્યોત્સનાબેનને પણ માથા અને શરીરના અન્ય ભાગોમાં ઇજાઓ થતાં તેઓ બેભાન અવસ્થામાં મળી આવ્યા હતા.

બંને ઇજાગ્રસ્તોને તાત્કાલિક ધારપુર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન પ્રકાશભાઈ કાંતિભાઈ પટણીનું મૃત્યુ થયું હતું. આ અકસ્માતમાં મોટરસાયકલ ચાલકને પણ ઇજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે.મૃતકના પુત્ર વિશાલભાઈ પટણીની ફરિયાદના આધારે પાટણ તાલુકા પોલીસે મોટરસાયકલ (GJ-24-AK-7772) ના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

સંબંધિત સમાચાર