રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા9 સપ્ટેમ્બર, 2025| Super Admin

અમીરગઢ પંથકની કિશોરી પર દુષ્કર્મ આચરનાર શખ્સને 20 વર્ષની કેદની સજા

અમીરગઢ પંથકની કિશોરી પર દુષ્કર્મ આચરનાર શખ્સને 20 વર્ષની કેદની સજા
પાલનપુરના બીજા એડિશનલ સેશન્સ જજે 14 વર્ષ જૂના કેસમાં ચુકાદો સંભળાવ્યો અમીરગઢ તાલુકાના એક ગામના 14 વર્ષ અગાઉ જંગલમાં બકરા ચરાવવા ગયેલી સગીર વયની કિશોરીને નીચે પાડી દઈને એક યુવકે તેની સાથે બળજબરી પૂર્વક દુષ્કર્મ આચર્યું હતું. જે કેસ પાલનપુરની કોર્ટમાં ચાલી જતા કોર્ટે આરોપીને તકસીરવાર ઠેરવીને 20 વર્ષ સખ્ત કેદ અને 10 હજારના દંડની સજા ફટકારી છે. અમીરગઢ પંથકના એક ગામના ખેતી કામ કરીને પરીવારનું ગુજરાન ચલાવતા એક ગરીબ પરિવારની 12 વર્ષીય કિશોરી ગત તાં.27/09/2011 ના રોજ તેમના મકાન પાસે આવેલ ઝાડીમાં બકરા ચરાવવા ગઇ હતી. દરમિયાન વેરા ગામનો સોમા ઉર્ફે શામળા બાબુભાઈ ધોરણા નામનો શખ્સ આવી ચડયો હતો અને સગીરાના નીચે પાડી દઈ તેમજ તેનું મોઢું દબાવીને તેની સાથે બળજબરી પૂર્વક દુષ્કર્મ આચરી ફરાર થઇ ગયો હતો. જે અંગે આરોપી વિરુદ્ધ અમીરગઢ પોલીસ મથકે ગુનો દાખલ થયો હતો. જે કેસ પાલનપુરના બીજા એડિશનલ સેશન્સ જજ અમિત જે. કાનાણીની કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલ દિનેશકુમાર એચ. છાપીયાની ધારદાર દલીલો અને આધાર પુરાવાને ગ્રાહ્ય રાખી કોર્ટે આરોપીને 20 વર્ષ સખ્ત કેસ અને 10 હજારના દંડની સજા ફટકારી હતી અને આરોપી દંડની રકમ ભરવામાં ચૂક કરે તો વધુ એક વર્ષ સાદી કેદ ની સજા ફરમાવી છે..    

સંબંધિત સમાચાર