થરાદ માર્કેટયાર્ડની સામે આવેલી બે દુકાનમાં આજે સવારે અચાનક ભીષણ આગ લાગવાની ઘટના બની હતી. આગ લાગતાં જ આસપાસના વિસ્તારમાં ફરાતફરીનો માહોલ સર્જાયો હતો ઘટનાની જાણ થતાં જ સ્થાનિક ફાયર બ્રિગેડની બે ગાડી તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર બ્રિગેડની ટીમે તુરંત જ આગ પર કાબૂ મેળવવાની કામગીરી શરૂ કરી હતી. આગ લાગવાના કારણની પ્રાથમિક તપાસ હાથ ધરવામાં આવી છે, પરંતુ હજુ સુધી આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી.આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. જો કે, દુકાનોમાં થયેલા નુકસાનનો અંદાજ હજુ લગાવવામાં આવ્યો નથી.ઘટના સ્થળે બહોળી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે એકત્રિત થયા હતા.
થરાદ માર્કેટયાર્ડની સામે આવેલી બે દુકાનમાં આગ લાગી

સંબંધિત સમાચાર
બનાસકાંઠાપાલનપુરના બાદરગઢ ગ્રામસભાનો મોટો નિર્ણય: 1 સપ્ટેમ્બરથી દારૂ અને ગુટખાના વેચાણ પર પ્રતિબંધ
2 દિવસ પહેલા
બનાસકાંઠાપાલનપુર હાઇવે વિસ્તારમાંથી યુવકનો મૃતદેહ મળ્યો
2 દિવસ પહેલા
બનાસકાંઠાબનાસકાંઠામાં વાહન ચોરીના 45 થી વધુ ગુનાઓનો ભેદ ઉકેલાયો, બે આરોપી ઝડપાયા
2 દિવસ પહેલા
બનાસકાંઠાકાંકરેજના આકોલીના રાધાકૃષ્ણ મંદિરમાં ચોરી: ચાંદીના મુગટ અને છત્ર ચોરાયા
2 દિવસ પહેલા
