રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ11 ઑગસ્ટ, 2025| Super Admin

પાટણ વ્રજ એપાર્ટમેન્ટમાં બંધ મકાનને નિશાન બનાવતો તસ્કર

પાટણ વ્રજ એપાર્ટમેન્ટમાં બંધ મકાનને નિશાન બનાવતો તસ્કર
સોના ચાંદીના દાગીના સહિત ઘરવખરી સાથે બાઈક ની ચોરી ની ફરિયાદ નોંધાઈ; પાટણ શહેરના વ્રજભૂમિ સોસાયટી ખાતેના વ્રજ એપાર્ટમેન્ટમાં રહેતા જીગરભાઈ ઈશ્વરભાઈ પ્રજાપતિના મકાનમાં ગતરોજ ચોરીની ઘટના બની હોવાની ફરિયાદ પોલીસ દફતરે નોંધાવા પામી છે. ગાંધીનગરમાં માર્કેટિંગનો વ્યવસાય કરતા જીગરભાઈના વ્રજ એપાર્ટમેન્ટ ના ઘરમાંથી કોઈ અજાણ્યો ચોર કુલ ₹1,42,400ની કિંમતનો મુદ્દામાલ ચોરી ગયો છે.ચોરાયેલા સામાનમાં ₹50,000ની કિંમતની 10 ગ્રામની સોનાની ચેઈન, રૂ. 15,000 ની 5 ગ્રામની સોનાની વીંટી, રૂ. 2,500 નું સોનાનું પેન્ડલ અને 1,000 નો ચાંદીનો સિક્કો ચોરી કરી હતી. આ ઉપરાંત ઘરવખરીમાં રૂ. 16,000નું ગૉદરેજ કંપનીનું ફ્રિજ, રૂ. 2,900નોભરેલો ગેસ સિલિન્ડર, રૂ. 1,500નો તાંબાના બેડાનો સેટ, 30,000ની 25 જેટલી સાડીઓ અને રૂ. 1,500ના એલ્યુમિનિયમ-સ્ટીલના કરિયાણાના ડબ્બા પણ ચોરી કયૉ છે. ચોરે ફ્લેટના પાર્કિંગમાં પાર્ક કરેલી 40,000ની કિંમતની મોટરસાઇકલ (નંબર GJ 24 BL 2810) પણ ચોરી લીધી છે. આ અંગે જીગરભાઈ પ્રજાપતિએ પાટણ સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ચોર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

સંબંધિત સમાચાર