રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
સાબરકાંઠા10 ઑક્ટોબર, 2025| Super Admin

હિંમતનગર-ઉદયપુર રેલવે ટ્રેક ઉપર અસારવા-ચિત્તોડગઢ મેમુને ઉથલાવવાનો પ્રયાસ કરતાં ખળભળાટ

હિંમતનગર-ઉદયપુર રેલવે ટ્રેક ઉપર અસારવા-ચિત્તોડગઢ મેમુને ઉથલાવવાનો પ્રયાસ કરતાં ખળભળાટ
રેલવે ટ્રેક પર ત્રણ છોકરાઓને એંગલ મૂકી નાસતા જોઈ જતાં ડ્રાયવરે બ્રેક મારતાં મોટી દુર્ઘટના ટળી રેલવે પોલીસે ત્રણ અજાણ્યા છોકરાઓ વિરુદ્ધ ગુનો નોંધી સીસીટીવી આધારે અટકાયત કરવા તજવીજ હાથ ધરી‎ હિંમતનગર ઉદયપુર રેલવે ટ્રેક પર ગત શનિવારે બપોરે બારેક વાગ્યાના સુમારે અસારવા ચિત્તોડગઢ મેમુ ટ્રેન હિંમતનગર રેલવે સ્ટેશનથી નીકળ્યા બાદ આંબાવાડી વિસ્તારમાં પહોંચતા રેલવે ટ્રેક પર ત્રણ છોકરાઓને એંગલ મૂકી નાસતા જોઈ જતાં રેલવે એન્જિનના ડ્રાયવરે સમય સૂચકતા વાપરી અચાનક જ બ્રેક મારી રેલવે ઉભી રાખી સંભવિત દુર્ઘટનાને ટાળી હતી. ઘટનાની જાણ કરાયા બાદ રેલવે પોલીસ દ્વારા ત્રણ અજાણ્યા છોકરાઓ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરાઈ હતી. ઉપલબ્ધ સીસીટીવી ફૂટેજ આધારે ત્રણેય જણાંની અટકાયત કરવા તજવીજ હાથ ધરવામાં આવી હોવાનું રેલવે સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું. સમગ્ર પ્રકરણની ટૂંકમાં વિગત એવી છે કે તા.4-10-25 ના રોજ બપોરે 12:12 કલાકે અસારવા ચિત્તોડગઢ મેમુ ટ્રેન હિંમતનગર રેલવે સ્ટેશનથી નીકળ્યા બાદ આંબાવાડી વિસ્તારમાં માચીસ ફેક્ટરી સામે 321/11-12 નંબરના પિલ્લર નજીક પહોંચતા રેલવે ટ્રેક પર લોખંડની એંગલ-રોડ મૂકી ભાગી રહેલ ત્રણ છોકરાઓને જોઈ જતાં રેલવેના ડ્રાયવરે ઈમરજન્સી બ્રેક મારી ટ્રેન ઉભી કરી દીધી હતી.    

સંબંધિત સમાચાર