પાટણની હેડ પોસ્ટ ઓફિસમાં પાસપોર્ટ સેવા કેન્દ્ર (PSK) ને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સનસનાટી મચી
ઓફિસમાં ફરજ બજાવતા કમૅચારીઓ સહિત કામ અર્થે આવેલા લોકોને તાત્કાલિક બહાર કરાયા
પોલીસ, ફાયર સહિત ની ટીમે તપાસના ચક્રોગતિમાન કયૉ
પાટણ સ્થિત હેડ પોસ્ટ ખાતે કાર્યરત પાસપોર્ટ સેવા કેન્દ્ર (PSK) ને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સમગ્ર વિસ્તારમાં ચકચાર સાથે સનસનાટી મચી જવા પામી હતી. પ્રાદેશિક કાર્યાલય (RO) તરફથી મળેલી સૂચના બાદ સાવચેતીના ભાગરૂપે તાત્કાલિક ધોરણે કચેરીનું કામકાજ અટકાવી તમામ સ્ટાફ સહિત કામ અર્થે આવેલા લોકો ને ઓફિસ બહાર કરી પોલીસ, ફાયર વિભાગ સહિત તંત્ર ને જાણ કરતા તેઓએ ધટના સ્થળે દોડી આવી ઝીણવટભરી તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
પાટણ વિભાગના ASP (હેડક્વાર્ટર) બાલસુબ્રમણ્યમના જણાવ્યા અનુસાર, મુખ્ય પ્રાદેશિક કચેરી (Regional Office) દ્વારા પાટણ PSK ને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હોવાની જાણ કરવામાં આવી હતી.સૂચના મળતા જ કચેરીમાં ફરજ બજાવતા તમામ સ્ટાફ અને હાજર અરજદારોને સુરક્ષિત રીતે બહાર કાઢી ઓફિસ ખાલી કરવામાં આવી હતી.આ મામલે સ્થાનિક પોલીસ અને ફાયર બ્રિગેડને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી. ફાયર ફાઈટરો અને પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે. પોલીસ દ્વારા આ મામલે લેખિત ફરિયાદ નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે. જે નાગરિકોએ આજની એપોઈન્ટમેન્ટ લીધી હતી, તેઓને સુરક્ષાના કારણોસર થોડી રાહ જોવા વિનંતી કરવામાં આવી છે. પોલીસ દ્વારા સંપૂર્ણ તપાસ અને 'ક્લિયરન્સ' મળ્યા બાદ ફરીથી કામકાજ શરૂ કરવામાં આવશે.ASP બાલસુબ્રમણ્યમ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, "સ્ટાફ અને જનતાની સુરક્ષા અમારી પ્રાથમિકતા છે. હાલ તમામ કામકાજ સ્થગિત છે અને પોલીસ તપાસ બાદ સ્થિતિ સામાન્ય થતા જ ફરી સેવાઓ કાર્યરત કરવામાં આવશે.શહેરના રેલવે સ્ટેશન માગૅ પર આવેલ હેડ પોસ્ટ ખાતેની પાસપોર્ટ સેવા કેન્દ્ર (PSK) ને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા વિસ્તારમાં ભય ના માહોલ સાથે સનસનાટી મચી જવા પામી હતી.
સંબંધિત સમાચાર
પાટણસમી-હારીજ હાઇવે પર કારની અડફેટે બાઇક ચાલકનું સારવાર દરમિયાન મોત નિપજયું
13 કલાક પહેલા
પાટણપાટણ નગરપાલિકા: પોર્ટલ ઠપ રહેતા જન્મ-મરણના દાખલા માટે લોકો પરેશાન
13 કલાક પહેલા
પાટણસિદ્ધપુરના પાનવાળાની દીકરી બની પાયલોટ: અડગ મન અને સખત મહેનતે આકાશને કર્યું સર !
1 દિવસ પહેલા
પાટણપાટણમાં ગટર લાઈનમાં છાશનો નિકાલ કરતા એકમો સામે પાલિકાની કડક કાર્યવાહી
1 દિવસ પહેલા
