રાધનપુરમાં 9 વર્ષની બાળકી પર પાડોશી મહિલાએ છરી વડે જીવલેણ હુમલો કર્યો

પોલીસ મહિલા સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
રાધનપુર શહેરમાં એક ચોંકાવનારી અને ચકચારી ઘટના સામે આવી છે,જેમાં ફુલરેકેટ લેવા ગયેલી 9 વર્ષની બાળકી પર પડોશી મહિલાએ છરી વડે હુમલો કરી ગંભીર ઈજા પહોચાડી હોય જે બાબતે મહિલા વિરુદ્ધ પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવની મળતી હકીકત મુજબ ગતરોજ તા.16 જાન્યુઆરી, ના રોજ સાંજે 7:30 કલાકે રાધનપુરના અંસારીપીર દરગાહ વિસ્તારમાં બની હતી.પીડિતની માતાના જણાવ્યા મુજબ પોતાની 9 વર્ષની દીકરી અન્ય બાળકો સાથે ચોકમાં ફુલરેકેટ રમી રહી હતી.રમત દરમિયાન ફુલરેકેટ બાજુમાં રહેતા શેરુભાઈ પઠાણના ઘરે પડ્યું હતું.સગીરા જ્યારે ફુલરેકેટ લેવા માટે પડોશીના ઘરે ગઈ, ત્યારે ત્યાં હાજર મુસ્કાનબેન નામની મહિલાએ બાળકીના વાળ પકડી તેને નીચે પાડી દીધી હતી. અને એટલું જ નહીં મુસ્કાનબેન પોતાના ઘરેથી છરી લઈ આવી અને બાળકીના જમણા પગની સાથળના ભાગે છરી ઝીંકી દીધી.
લોહીલુહાણ હાલતમાં બાળકી રડતી રડતી તેની માતા પાસે પહોંચી હતી. અને સમગ્ર હકીકત જણાવતા ફરીદાબેન આ બાબતે ઠપકો આપવા ગયા. ત્યારે આરોપી મહિલાએ તેમને બિભત્સ ગાળો આપી અને પોલીસ ફરિયાદ કરશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.ઈજાગ્રસ્ત બાળકીને તાત્કાલિક સરકારી હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. જ્યાં તેને સાથળના ભાગે 4 ટાંકા આવ્યા હતા. આ બનાવ ની રાધનપુર પોલીસ સ્ટેશને મુસ્કાનબેન વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાતાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
સંબંધિત સમાચાર
પાટણસમી-હારીજ હાઇવે પર કારની અડફેટે બાઇક ચાલકનું સારવાર દરમિયાન મોત નિપજયું
13 કલાક પહેલા
પાટણપાટણ નગરપાલિકા: પોર્ટલ ઠપ રહેતા જન્મ-મરણના દાખલા માટે લોકો પરેશાન
13 કલાક પહેલા
પાટણસિદ્ધપુરના પાનવાળાની દીકરી બની પાયલોટ: અડગ મન અને સખત મહેનતે આકાશને કર્યું સર !
1 દિવસ પહેલા
પાટણપાટણમાં ગટર લાઈનમાં છાશનો નિકાલ કરતા એકમો સામે પાલિકાની કડક કાર્યવાહી
1 દિવસ પહેલા
