રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ17 ફેબ્રુઆરી, 2026| Super Admin

પાલિકાની આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને રૂ.8.25 કરોડના પેન્ડીગ 85 કામો મંજૂર કર્યા

પાલિકાની આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને રૂ.8.25 કરોડના પેન્ડીગ 85 કામો મંજૂર કર્યા
સત્તાધીશોએ મતદારોને રિઝવવા લાંબા સમયથી પેન્ડિંગ પડેલા આ વિકાસ કામો 2027 માં પૂરા થાય તેવી શકયતાઓ.. પાટણ નગરપાલિકામાં વર્ષ 2022માં ચૂંટાયેલા સભ્યોની ટર્મ પૂર્ણતાના આરે છે. ત્યારે હવે આગામી ચૂંટણીમાં સત્તાધીશોએ મતદારોને રિઝવવા લાંબા સમયથી પેન્ડિંગ પડેલા 8.25 કરોડના 85 વિકાસકામોને હવે એક સાથે મંજૂરીની મહોર મારી દીધી છે. જોકે મંજૂર કરેલા કામો વહીવટી સુસ્તી અને ટેન્ડર પ્રક્રિયામાં થયેલા વિલંબને કારણે આ તમામ કામો સપ્ટેમ્બર સુધી અપાયેલ સમય મર્યાદામાં પૂર્ણ થવા અશક્ય છે. જેથી લોકોને હજુ એક વર્ષ સુધી વિવિધ વિસ્તારોમાં રોડ સહિત સમસ્યાઓનો સામનો કરવો પડશે.પાટણ શહેરમાં સી.સી. રોડ, વરસાદી લાઈન અને બ્લોક પેવિંગ જેવા પાયાના કામોને 15 ડિસેમ્બર 2025ના રોજ મંજૂરી મળી ગઈ હતી. તેમ છતાં લેટર ઓફ ઈન્ટેન્ટ (LOI) આપવામાં તંત્રએ છેક 12 ફેબ્રુઆરી 2026 સુધીનો સમય બગાડ્યો છે.હવે સત્તાધિશોએ પોતાની ટર્મ પૂરી થાય તે પહેલાં તમામ જૂના પેન્ડિંગ કામોને એકસાથે મંજૂર તો કરી દીધા છે.આ કામો સપ્ટેમ્બર 2026 સુધીમાં પૂર્ણ કરવાના છે. ટેકનિકલી જોતા, જૂન મહિનાથી જ ગુજરાતમાં ચોમાસું બેસી જાય છે.3 થી 4 માસ કામ બંધ રહશે.કામની આટલી મોટી સંખ્યા અને સામે ટૂંકો સમય જોતાં આ પ્રોજેક્ટ્સ વર્ષ2026ના બદલે છેક 2027માં પૂર્ણ થાય તેવી પ્રબળ શક્યતા છે. ડામર કામ અને સી.સી. રોડના કામોમાં વરસાદી વિઘ્ન નડતા કામની ગુણવત્તા પર પણ સવાલો ઉઠશે. આમ, ચૂંટણી જીતવાની ઉતાવળમાં પાલિકાએ શહેરને કાગળ ઉપર વિકાસ બતાવવા પ્રયાસ કર્યો હોય તેવો લોકોમાં પ્રશ્નાર્થ સર્જાયો છે. વિકાસ કામોમાં વિલંબ થવા પાછળનું મુખ્ય કારણ વહીવટી તંત્રની ગંભીર બેદરકારી છે. ટેન્ડર પ્રક્રિયા ડિસેમ્બરમાં પૂર્ણ થઈ હોવા છતાં 50 દિવસ સુધી લેટર ઓફ ઇન્ટર્ન ઇસ્યુ ન કરાયા, જેનાથી કિંમતી સમય વેડફાયો. હવે જ્યારે કામ શરૂ થવાની તૈયારી છે. માત્ર ઉનાળાના સમયને બાદ કરતા આગામી ચોમાસું માથે છે.વરસાદી લાઈન નાખવા માટે થતું ખોદકામ ચોમાસામાં રોકવું પડશે.પરિણામે કામની સમયમર્યાદા આપોઆપ 2027 સુધી લંબાશે. આ વિલંબ પાછળ વહીવટી નિદ્રા જવાબદાર છે.તેવું પાલિકાના સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું. બાંધકામ એન્જિનિયર એ જણાવ્યું હતું કે 85 કામોના વર્ક ઓર્ડર આપી દેવાયા છે અને ડામર કામનું રીટેન્ડિંગ થયું હોવાથી 21 ફેબ્રુઆરી સુધીમાં ટેન્ડર ખોલીઓર્ડર આપી દેવા છે. અમારો પ્રયાસ છે કે ચોમાસા પહેલા મહત્તમ કામ પૂર્ણ થાય. જો વરસાદ ઓછો નડશે તો કામ ઝડપથી પતશે,બાકી નવેમ્બર-ડિસેમ્બર સુધીમાં તમામ કામો આટોપી લેવાનું આયોજન હોવાનું તેઓએ જણાવ્યું હતું.    

સંબંધિત સમાચાર