રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ17 જુલાઈ, 2026| Super Admin

પાટણના ગદોસણ ગામે યુવતી ભગાડવા મુદ્દે જૂથ અથડામણમાં 8 લોકો ઈજાગ્રસ્તો બન્યા

પાટણના ગદોસણ ગામે યુવતી ભગાડવા મુદ્દે જૂથ અથડામણમાં  8 લોકો ઈજાગ્રસ્તો બન્યા

ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ધારપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામા આવ્યાં

તાલુકા પોલીસ મથકે સામસામે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી

પાટણ તાલુકાના ગદોસણ ગામે યુવતીને ભગાડી જવા બાબતે પૂછપરછ કરવા ગયેલા પરિવાર અને સામા પક્ષ વચ્ચે હિંસક ધિંગાણું થયું હતું. આ જૂથ અથડામણમાં લાકડી, ધારીયા અને ધોકા જેવા હથિયારો વડે સામ સામે હુમલા કરવામાં આવ્યા હતા, જેમાં બંને પક્ષના કુલ 8 લોકો ઘાયલ થયા હતા. તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે ધારપુર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. 

આ ઘટના અંગે પાટણ તાલુકા પોલીસ સ્ટેશનમાં બંને પક્ષોએ સામ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે કુલ 8 લોકો વિરૂદ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS) અને જી.પી. એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બનાવની મળતી માહિતી મુજબ, ગદોસણ ગામે 15 જુલાઈ 2026ના રોજ રાત્રિના સમયે મોહલ્લામાં મારામારીની આ ઘટના બની હતી. પ્રથમ પક્ષના વેલા સોમા ઠાકોરે નોંધાવેલી ફરિયાદ અનુસાર, તેમનો પિતરાઈ ભાઈ રોહિત ઇશ્વર ઠાકોર ગામના જ દેવા કુવર ઠાકોરની બહેનને ભગાડી ગયો હતો. આ બાબતનું મન દુઃખ રાખીને સામા પક્ષના લોકો હથિયારો સાથે ધસી આવ્યા હતા.

શરૂઆતમાં દશરથ જુજાર ઠાકોર ઘરે આવીને ગાળો બોલી ઝઘડો કરી ગયો હતો. ત્યારબાદ થોડીવારમાં દશરથ જુજાર ઠાકોર, વિષ્ણુ જુજાર ઠાકોર, ભૂપત બબા ઠાકોર, દેવા કુવર ઠાકોર અને ભલા પરબત ઠાકોર લાકડી, ધોકા અને ધારીયુ લઈને ધસી આવ્યા હતા.  આ હુમલામાં વિષ્ણુએ લાકડી વડે સોમા ખોડાના ડાબા પગે, ભૂપતે ધારીયુ ઊંધું મારી બાલુબેન સોમાના માથામાં, દેવાએ ધોકો મારી મહેશ ભરતને ડાબા હાથની કોણીએ તેમજ ભલાએ ધોકો મારી વેલાને જમણા હાથે ઇજાઓ પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

જ્યારે સામા પક્ષે દેવા કુવર ઠાકોરે નોંધાવેલી વળતી ફરિયાદ મુજબ, તેમની દીકરી કાજલને રોહિત ભગાડી ગયો હોવાથી તે અંગે પૂછપરછ કરવા માટે તેમનો પિતરાઈ ભાઈ દશરથ જુજાર ઠાકોર આરોપીઓના ઘર આગળ આવેલા રોડ પર ગયો હતો. તે દરમિયાન આરોપીઓએ 'દીકરી ક્યાં છે તેની ખબર નથી' તેમ કહીને ઝઘડો શરૂ કર્યો હતો. દશરથે બૂમો પાડતા દેવા ઠાકોર, ભૂપત બબા અને રાધાબેન કુવર છોડાવવા માટે દોડી ગયા હતા.તે સમયે આરોપી વેલા સોમા ઠાકોર, મહેશ ભરત ઠાકોર અને બાલુબેન સોમા ઠાકોર ધોકા જેવા હથિયારો સાથે ઉશ્કેરાઈને ગાળો બોલવા લાગ્યા હતા. જેમાં વેલા ઠાકોરે દશરથને માથાના ભાગે ધોકો માર્યો હતો, જ્યારે મહેશ ઠાકોરે દેવાને કપાળ તેમજ ડાબા હાથની કોણી નીચે ધોકો માર્યો હતો.આ ઉપરાંત બાલુબેન ઠાકોરે રાધાબેનને કમરના ભાગે ધોકો માર્યો હતો. અને વેલા ઠાકોરે ભૂપતને પણ ડાબા હાથની કોણીએ ધોકો મારી ઇજાઓ પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

આ હિંસક મારામારીના કારણે ગામના મોહલ્લામાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. બંને પક્ષના તમામ ઇજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક ધારપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. પાટણ તાલુકા પોલીસે બંને પક્ષોની ફરિયાદોના આધારે કુલ 8 આરોપીઓ વિરુદ્ધ પાટણ જિલ્લા મેજિસ્ટ્રેટના હથિયાર બંધી જાહેરનામાના ભંગ સહિત ની કલમ હેઠળ ગુના દાખલ કરી કાયદેસરની તપાસ શરૂ કરી હોવાનું જાણવા મળ્યું છે.

ટેગ્સ:#patan

સંબંધિત સમાચાર