રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
બનાસકાંઠા14 જૂન, 2025| Super Admin

ડીસા તાલુકાની ૭ ગ્રામ પંચાયતો સમરસ: ૨૨ જૂને ૧૯ ગ્રામ પંચાયતોમાં મતદાન યોજાશે

ડીસા તાલુકાની ૭ ગ્રામ પંચાયતો સમરસ: ૨૨ જૂને ૧૯ ગ્રામ પંચાયતોમાં મતદાન યોજાશે

ડીસા તાલુકાની કુલ ૨૬ ગ્રામ પંચાયતો (બે ગામોની પેટાચૂંટણી સહિત) માટે આગામી ૨૨ જૂને યોજાનારી ચૂંટણીમાં રાજકીય ગરમાવો તેજ બન્યો છે. ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થતાં હવે ચૂંટણી ચિત્ર સ્પષ્ટ બન્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર, સરપંચ પદ માટે કુલ ૧૪૮ ફોર્મ ભરાયા હતા, જ્યારે સભ્ય પદ માટે ૩૯૬ ફોર્મ ભરાયા હતા. ઉમેદવારી ફોર્મની ચકાસણી મંગળવારના રોજ હાથ ધરવામાં આવી હતી, અને બુધવારે ઉમેદવારોને પોતાના ફોર્મ પરત ખેંચવાનો અવકાશ આપવામાં આવ્યો હતો. આ પ્રક્રિયાના અંતે, ડીસા તાલુકાની સાત ગ્રામ પંચાયતો સમરસ બની છે. આ સમરસ બનેલી ગ્રામ પંચાયતોમાં ચત્રાલા, રોબ્સનાની, મોરથલ ગોલીયા, દેલાણીયાપરા, રતનપુરા, ચંદાજી ગોલીયા અને નવા નેસડાપરાનો સમાવેશ થાય છે. આ સાત પંચાયતોમાં ચૂંટણી યોજાશે નહીં, અને સરપંચ તેમજ સભ્યો બિનહરીફ ચૂંટાઈ આવશે. હવે બાકી રહેલી ૧૯ ગ્રામ પંચાયતો માટે આગામી ૨૨ જૂને મતદાન યોજાશે. આ ચૂંટણીમાં ગ્રામ્ય સ્તરે રાજકીય હડકંપ જોવા મળી રહ્યો છે, અને ગ્રામજનોમાં ચૂંટણીને લઈને ઉત્સાહનો માહોલ છે.

સંબંધિત સમાચાર