રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
સાબરકાંઠા4 જાન્યુઆરી, 2025| Super Admin

કરોડોનું કૌભાંડ આચરનાર ભૂપેન્દ્રસિંહ ઝાલાને 7 દિવસના રિમાન્ડ મંજૂર

કરોડોનું કૌભાંડ આચરનાર ભૂપેન્દ્રસિંહ ઝાલાને 7 દિવસના રિમાન્ડ મંજૂર
ગુજરાતમાં પોન્ઝી સ્કીમ ચલાવીને 6 હજાર કરોડનું કૌભાંડ આચરનાર ભૂપેન્દ્રસિંહ ઝાલા ગુનો નોંધાયા બાદ છેલ્લા એક મહિનાથી ભૂગર્ભમાં ઉતરી ગયો હતો. જો કે ગઈકાલે CID ક્રાઈમની ટીમે મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના દવાડા ગામના ફાર્મમાંથી ભૂપેન્દ્ર ઝાલાને ઝડપી પાડ્યો હતો. જે બાદ તેને સ્પેશિયલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાં ભૂપેન્દ્રસિંહ ઝાલાને 7 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. ભૂપેન્દ્રસિંહ ઝાલા મહેસાણાથી ઝડપાયા બાદ તેને રાતે ગાંધીનગર લાવવામાં આવ્યો હતો. જ્યાં CID ક્રાઈમના અધિકારીઓ દ્વારા ભૂપેન્દ્રસિંહ ઝાલાની સતત પૂછપરછ કરવામાં આવી હતી. જેમાં ભૂપેન્દ્રસિંહે હિંમતનગર માટે નાણાં ધીરધારનું લાઈસન્સ લીધુ હોવાનો ખુલાસો થયો છે. જ્યારે ભૂપેન્દ્રસિંહને કોર્ટમાં હાજર કરવામાં આવ્યો, ત્યારે તેને લીગલ સર્વિસ ઑથોરિટીમાંથી વકીલની ફાળવણી કરવામાં આવી હતી. જ્યારે CID ક્રાઈમ દ્વારા અલગ-અલગ 29 મુદ્દાઓ મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. CID ક્રાઈમ તરફથી દલીલ કરવામાં આવી હતી કે, BZ ગ્રુપ દ્વારા રોકાણકારો પાસેથી રૂપિયા લીધા બાદ ક્યાં-ક્યાં કેટલું રોકાણ કરવામાં આવ્યું? તેમજ કેટલા રોકાણકારોને કેટલી રકમ પરત કરી? તે દિશામાં તપાસ ચાલી રહી છે. જો કે દલિલો સાંભળ્યા બાદ મેજિસ્ટ્રેટે કૌભાંડી ભૂપેન્દ્ર ઝાલાને 7 દિવસના રિમાન્ડ પર મોકલવાનો હુકમ કર્યો છે. મૂળ સાબરકાંઠાના વતની ભૂપેન્દ્ર ઝાલાએ પોતાના સાગરિતો સાથે મળીને પોન્ઝી સ્કીમ શરૂ કરી હતી. જેમાં ઊંચા વ્યાજ સાથેના વળતરની લાલચ આપીને લોકો પાસેથી રૂ. 6 હજાર કરોડ ઉઘરાવી લીધા હતા. જો કે સરકારને ગંધ આવી જતાં ભૂપેન્દ્રસિંહ ઝાલા અને તેની BZ ગ્રુપના એજન્ટો વિરુદ્ધ ગાંધીનગર CID ક્રાઈમમાં GPID એક્ટ અંતર્ગત ગુનો નોંધાયો હતો.

સંબંધિત સમાચાર