રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
ગુજરાત5 ઑક્ટોબર, 2025| Super Admin

દુબઈથી આવતા મુસાફરે જીન્સમાં ચોરખાનું બનાવી 59.70 લાખનું છુપાડેલું સોનું ઝડપાયું


અમદાવાદના એરપોર્ટ પરથી ફરી એક વાર દાણચોરીનો પર્દાફાશ થયો

(જી.એન.એસ) તા. ૫

અમદાવાદ,

દુબઈથી આવતા મુસાફર પાસેથી 59.70 લાખનું સોનું અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ઝડપાયું છે. મુસાફરે જીન્સમાં ચોરખાનું બનાવી સોનું છુપાવ્યું હોવાનું સામે આવ્યું છે. કપડાના બે સ્તર વચ્ચે સોનાની પેસ્ટ છૂપાવી હતી.મુસાફર પાસેથી કૂલ 491 ગ્રામ સોનું મળી આવ્યું છે. કસ્ટમ વિભાગે સોનું જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી કરી છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદના એરપોર્ટ પરથી એક વાર દાણચોરીનો પર્દાફાશ થયો છે. કસ્ટમ વિભાગે 59.70 લાખનું સોનું ઝડપાયું છે. મુસાફરે જીન્સમાં ચોરખાનું બનાવી સોનું છુપાવ્યું હોવાનું સામે આવ્યું છે.

આ બનાવ પહેલા પણ અમદાવાદ એરપોર્ટ પરથી 7 કરોડનું સોનું ઝડપવામાં આવ્યું હતુ. DRIએ અમદાવાદ એરપોર્ટ પર સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતુ. ત્યારે કરોડોના હીરા ઝડપાયા હતા. DRIએ અમદાવાદથી વિયેતનામ જતા વ્યક્તિની ધરપકડ કરી હતી.

DRIએ 2 પેકેટ સાથે આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. આરોપીએ ગુપ્ત ભાગે હીરા સંતાડ્યા હોવાનું સામે આવ્યું હતુ. હીરા બજારમાં મંદીના કારણે તસ્કરી તરફ આરોપી વળ્યો હતો. આરોપીને વિયેતનામની ટ્રિપ અને 20 હજારની ઓફર મળી હતી. 20 હજારની લાલચમાં હીરાની તસ્કરી કરવા જતો હોવાનો ખુલાસો થયો હતો.



Source link

સંબંધિત સમાચાર