કેસરબાઈ કીલાચંદ સરકારી કન્યા વિદ્યાલય પાટણ અવનવા પ્રયોગો થકી શિક્ષણ ક્ષેત્રે પાટણ શહેરમાં એક નામાંકિત સંસ્થા બની રહેલ છે. હાલમાં ગૌરીવ્રત ચાલી રહ્યા હોય શાળાની દીકરીઓની ઈચ્છા હતી કે અમને મહેંદી મૂકવા મળે. તેમની ઈચ્છાને સાકાર કરવા માટે સમગ્ર શાળાની 500 દીકરીઓએ પોતાની સખી - સહેલીઓના હાથમાં મહેંદી મૂકીને પોતાની મહેંદી કળા ખીલવી હતી. શાળાની અંદર વ્યવસાયલક્ષી શિક્ષણ અંતર્ગત બ્યુટી અને વેલનેસ વિષય ખૂબ સુંદર રીતે ચાલી રહ્યો છે તે અંતર્ગત જે દીકરીઓને મહેંદી મૂકવામાં રસ છે તેવી તમામ દીકરીઓએ પોતાની સખીઓને મહેંદી મૂકી ગૌરી વ્રતની ઉજવણી કરી હતી. પ્રત્યેક દીકરીના હાથમાં જુદા જુદા પ્રકારની ભાત દ્વારા મહેંદી મૂકવામાં આવેલી હતી. સમગ્ર શાળાની દીકરીઓ માટે આવો પ્રયોગ પ્રસંશનીય બન્યો હતો.
પાટણની કે કે ગર્લ્સ સ્કુલની 500 વિદ્યાર્થીનીઓએ હાથમાં મહેંદી મૂકી ગૌરીવ્રતની ઉજવણી કરી

ટેગ્સ:#patan#Cultural Celebration#Skill Development#beauty and wellness#Student activities#School events#Vocational Education#Gauri Vrat#KK Girls School#Mehndi Celebration#Education Innovation#Artistic Expression#Girl Empowerment
સંબંધિત સમાચાર
પાટણપાટણમાં સામાન્ય વરસાદમાં જ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા
2 દિવસ પહેલા
પાટણસિદ્ધપુર હાઇવે પર પોલીસની મોટી કાર્યવાહી: ₹૧ કરોડથી વધુનો વિદેશી દારૂ ઝડપાયો
4 દિવસ પહેલા
પાટણચાણસ્મા પોલીસે કેબલ વાયર ચોરીનો ભેદ ઉકેલી ત્રણ આરોપીની મુદ્દામાલ સાથે અટકાયત કરી
4 દિવસ પહેલા
પાટણમોઢેરા રોડ પર સાપને બચાવવા જતા રિક્ષા પલટી: સદનસીબે મોટી જાનહાનિ ટળી
4 દિવસ પહેલા
