ઊંઝા નજીક ઉનાવા માર્કેટયાર્ડ ખાતે દૈનિક કપાસની હાલમાં 5 ગાડીની આવક જોવા મળી રહી છે. કપાસની આજની હરાજીમાં ઊંચો ભાવ મણે રૂ 1541 સુધીનો જોવા મળ્યો હતો. ઉનાવા માર્કેટયાર્ડ ખાતે દૈનિક કપાસની 5 ગાડીની આવક થઈ રહી છે. હરાજીમાં નીચો ભાવ મણે રૂ 1050 અને ઊંચો ભાવ રૂ 1541 સુધીનો જોવા મળ્યો હતો. સરેરાશ ભાવ મણે રૂ 1400 થી 1450 સુધીના જોવા મળી રહ્યા છે. ઉનાવા ગંજબજારમાં પ્રથમ નોરતે કપાસની હરાજી શરૂ કરવામાં આવી હતી. હાલ 5 ગાડીની આવક થઈ રહી છે આગામી દિવસોમાં હજુ પણ આવક વધશે. ઉનાવા માર્કેટયાર્ડ ખાતે પોષણસમ ભાવો મળતા હોઈ દૂર દૂરથી ખેડૂતો પોતાનો માલ લઈ વેચાણ અર્થે આવી રહ્યાં છે.
ઉનાવા માર્કેટયાર્ડ ખાતે દૈનિક કપાસની 5 ગાડીની આવક

સંબંધિત સમાચાર
પાટણસમી-હારીજ હાઇવે પર કારની અડફેટે બાઇક ચાલકનું સારવાર દરમિયાન મોત નિપજયું
2 દિવસ પહેલા
પાટણપાટણ નગરપાલિકા: પોર્ટલ ઠપ રહેતા જન્મ-મરણના દાખલા માટે લોકો પરેશાન
2 દિવસ પહેલા
પાટણસિદ્ધપુરના પાનવાળાની દીકરી બની પાયલોટ: અડગ મન અને સખત મહેનતે આકાશને કર્યું સર !
3 દિવસ પહેલા
પાટણપાટણમાં ગટર લાઈનમાં છાશનો નિકાલ કરતા એકમો સામે પાલિકાની કડક કાર્યવાહી
3 દિવસ પહેલા
