રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
મહેસાણા15 મે, 2026| Super Admin

કડીમાં વેપારીને હાથ-પગ બાંધી બંધક બનાવી ₹14.90 લાખ લૂંટનારા 4 શખ્સો સામે ગુનો દાખલ

કડીમાં વેપારીને હાથ-પગ બાંધી બંધક બનાવી ₹14.90 લાખ લૂંટનારા 4 શખ્સો સામે ગુનો દાખલ

કડી તાલુકાના જયદેવપુરાની સીમમાં ચાર શખ્સોએ કાવતરું રચીને સાણંદના અણદેજ ગામના અને જમીન લે-વેચનો વ્યવસાય કરતા વેપારી સરદારભાઈ ઉસ્માનભાઈ વાઘેલાને રૂ. 14.90 લાખની મત્તાની લૂંટ ચલાવી હોવાની ઘટના સામે આવી છે. 

એસ.એન.ઠાકોર નામના એક અજાણ્યા શખ્સે વેપારીને ફોન કરી જમીન વેચાણ આપવાની વાત કરી બુધવારે રાત્રે આઠેક વાગ્યે જમીન જોવા બોલાવ્યા હતા. વેપારી પોતાની થાર ગાડી લઈને નાનીકડી પહોંચતા, આરોપી તેમને જયદેવપુરા ગામની સીમમાં આવેલા એક ખેતરમાં બોરની ઓરડી પાસે લઈ ગયો હતો. ત્યાં અગાઉથી સંતાયેલા તાલીબ ખોખર (રહે. દુધઈ, તા. કડી) અને અન્ય બે અજાણ્યા શખ્સોએ આવીને વેપારીને પકડી લીધા હતા અને તેમના હાથ-પગ દોરડાથી બાંધી દીધા હતા. 

આ શખ્સોએ વેપારી પાસેથી રૂ. 2 લાખની કિંમતના બે એપલ કંપનીના મોબાઈલ, ખિસ્સામાંથી રૂ. 40,000 રોકડા અને ગળામાંથી રૂ. 7,50,000ની કિંમતની 5 તોલાની સોનાની ચેઈન આંચકી લીધી હતી. આ ઉપરાંત, ગાડીની ચાવી મેળવીને ગાડીમાં રાખેલા રૂ. 5 લાખ રોકડા પણ લૂંટી લીધા હતા. લૂંટ ચલાવ્યા બાદ ચારેય શખ્સો વેપારીના હાથનું દોરડું ખોલીને ત્યાંથી ફરાર થઈ ગયા હતા. વેપારીએ પગે બાંધેલું દોરડું ખોલી ગાડીના બોનેટ પરથી ચાવી મેળવી ગભરાયેલી હાલતમાં ઘરે પહોંચ્યા હતા. આ મામલે ગુરુવારે કડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવાતા પોલીસે એસ.એન.ઠાકોર, તાલીબ ખોખર અને બે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

સંબંધિત સમાચાર