રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
ગુજરાત3 સપ્ટેમ્બર, 2025| Super Admin

સરખેજના શકરી તળાવમાં 4 યુવકો ડૂબવાની ઘટના બની – Gujarati GNS News

સરખેજના શકરી તળાવમાં 4 યુવકો ડૂબવાની ઘટના બની – Gujarati GNS News

અમદાવાદના સરખેજ વિસ્તારમાં મોટી દુર્ઘટના ઘટી

(જી.એન.એસ) તા. 2

અમદાવાદ,

શહેરના સરખેજ વિસ્તારમાં શકરી તળાવમાં ત્રણ યુવકો ડૂબ્યા હોવાની ઘટના સામે આવી છે. અમદાવાદ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ (AFES) ના અધિકારીઓના જણાવ્યા અનુસાર, તેમને સાંજે 5.45 વાગ્યાની આસપાસ એક દુર્ઘટનાનો ફોન આવ્યો હતો. બોટથી સજ્જ બે બચાવ વાહનો તાત્કાલિક સ્થળ પર મોકલવામાં આવ્યા હતા.

મીડિયા સુત્રો પાસેથી મળતી પ્રાથમિક માહિતી અનુસાર, અમદાવાદનાં સરખેજ વિસ્તારમાં આવેલ શકરી તળાવમાં આજે એક સાથે ચાર યુવકો ડૂબ્યા હતા. ઘટનાને પગલે વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સ્થાનિકોએ ત્વરિત ફાયર બ્રિગેડને જાણ કરી હતી. બનાવ અંગે જાણ થતાં ફાયર વિભાગ અને સ્થાનિક પોલીસની ટીમ તાત્કાલિક સ્થળે પહોંચી છે અને યુવકોને શોધવા સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.

તાજેતરની માહિતી મુજબ, ફાયર વિભાગની ટીમ દ્વારા 4 પૈકી બે યુવકોનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે, જ્યારે અન્ય એક યુવકને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યો છે પરંતુ, અન્ય એક યુવક ન મળતા તેની શોધખોળ હાલ પણ ચાલું છે. પોલીસે મૃતદેહોને પીએમ અર્થે મોકલી આગળની કાર્યવાહી આદરી છે. આશાસ્પદ યુવકોનાં મોતથી પરિવારજનોનું હૈયાફાટ રૂદન જોવા મળ્યું છે.

ઘટનાનું કારણ અસ્પષ્ટ છે, અધિકારીઓએ હજુ સુધી ખાતરી કરી નથી કે યુવકો તળાવમાં કેવી રીતે પ્રવેશ્યા. પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. પોલીસે જણાવ્યું હતું કે, ઓપરેશન પૂર્ણ થયા પછી અને પીડિતોની ઓળખ કરાશે. ત્યારબાદ વધુ વિગતોની પુષ્ટિ કરવામાં આવશે.



Source link

સંબંધિત સમાચાર