રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
સાબરકાંઠા13 ડિસેમ્બર, 2025| Super Admin

હિંમતનગર નજીક ગાંભોઈ પોલીસે રૂ.3.34 લાખનો વિદેશી દારૂ ઝડપ્યો

હિંમતનગર નજીક ગાંભોઈ પોલીસે રૂ.3.34 લાખનો વિદેશી દારૂ ઝડપ્યો

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકા નજીક ગાંભોઈ પોલીસે વિદેશી દારૂ ભરેલી અમદાવાદ પાસિંગની એક સ્વીફ્ટ કાર ઝડપી પાડી છે. પોલીસે પીછો કરીને રૂ. 3.34 લાખનો દારૂ જપ્ત કર્યો હતો, જોકે કાર ચાલક રાત્રિના અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયો હતો. ગાંભોઈ પોલીસ સુરજપુરા રેલવે ફાટક નજીક બાતમીના આધારે વોચ ગોઠવી હતી. આ દરમિયાન ભિલોડા તરફથી આવતી એક શંકાસ્પદ સફેદ કલરની મારૂતિ સ્વીફ્ટ ગાડીને રોકવાનો ઈશારો કરતા ચાલકે ગાડી ઉભી રાખી ન હતી. તેણે ગાડી ગાંભોઈ ત્રણ રસ્તા રોડથી શામળાજી તરફના રોડ બાજુ ભગાવી હતી.પોલીસે સરકારી વાહન દ્વારા ગાડીનો પીછો કર્યો હતો. નવલપુર (ભાટોડા) ગામની સીમમાં ગાડીના ચાલકે રોડની બાજુમાં ગાડી ઉભી રાખી દીધી હતી અને બાજુની સીટમાં બેઠેલા અન્ય એક ઈસમ સાથે નજીકના ખેતરમાં થઈને ભાગી ગયો હતો. પોલીસે GJ-01-RK-4439 નંબરની સ્વીફ્ટ ડિઝાયર ગાડીમાંથી વિદેશી દારૂની 20 પેટીઓ, કુલ 828 બોટલો, જેની કિંમત રૂ. 3,34,800 છે, તે જપ્ત કરી હતી. આ અંગે ગાંભોઈ પોલીસ સ્ટેશનના PI એસ.જે. ગોસ્વામીએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, દારૂ અને રૂ. 5,00,000ની કિંમતની સ્વીફ્ટ ડિઝાયર ગાડી મળી કુલ રૂ. 8,34,800નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. ગાંભોઈ પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.      

સંબંધિત સમાચાર