રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ28 ઑગસ્ટ, 2025| Super Admin

પાટણમાં આંગણવાડી ભરતી અંતગૅત ૨૬ દિવસમાં ૨૭૪૬ પ્રમાણપત્રો જારી કરાયા

પાટણમાં આંગણવાડી ભરતી અંતગૅત ૨૬ દિવસમાં ૨૭૪૬ પ્રમાણપત્રો જારી કરાયા
મામલતદાર કચેરીમાં રહેઠાણ અને જાતિના દાખલા માટે લાંબી કતારો લાગી; પાટણ જિલ્લામાં આંગણવાડી ભરતી પ્રક્રિયા અંતર્ગત મામલતદાર કચેરીઓમાં વિવિધ પ્રમાણપત્રો મેળવવા માટે ઉમેદવારોની લાબી લાઈનો જામી રહી છે. આંગણવાડી ભરતી માટે ઉમેદવારોએ આધારકાર્ડ, રેશનકાર્ડ, ચૂંટણીકાર્ડ સહિત ૧૦ જેટલા દસ્તાવેજો સાથે રહેઠાણનું પ્રમાણપત્ર ફરજિયાત રજૂ કરવાનું હોવાથી મામલતદાર કચેરીઓમાં સવારથી જ લાંબી કતારો જોવા મળે છે. તા. ૧ સપ્ટેમ્બરથી ૨૬ સપ્ટેમ્બર દરમિયાન જિલ્લામાં કુલ ૧૪૯૮૦ વિવિધ પ્રમાણપત્રો આપવામાં આવ્યા છે. જેમાંથી ૨.૯૮લાખની આવક થઈ છે. પાટણ શહેરમાં આંગણવાડી કાર્યકર અને તેડાગરની ભરતી માટે ગ્રામ્ય વિસ્તાર અને નગરપાલિકા વિસ્તાર માટે ૮૮૨ લોકોએ રહેઠાણના પ્રમાણપત્રો મેળવ્યા છે.વધુમાં ૭૩૦ લોકોએ આવકના દાખલા,૧૩૫ લોકોએ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના પ્રમાણપત્રો તથા ૧૧૩ લોકોએ આર્થિક રીતે નબળા વર્ગના પ્રમાણપત્રો મેળવ્યા છે. પાટણ શહેરની મામલતદાર કચેરીએ ૨૬ દિવસમાં કુલ ૨૭૪૬ પ્રમાણપત્રો જારી કર્યા છે, જેનાથી ૫૨૭૨૦ રૂપિયાની આવક થઈ છે. સર્વર ડાઉન થવાના કિસ્સામાં ઉમેદવારોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ સમસ્યાને કારણે અરજદારોને લાંબો સમય રાહ જોવી પડે છે અને કામકાજમાં વિલંબ થાય છે.જોકે ફરજ પરના કમૅચારીઓ ખુબ ખંતથી કામ કરી અરજદારો ના કામ પુરા કરી આપતા હોવાનો સંતોષ વ્યકત કરતાં અરજદારો પણ જોવા મળ્યા હતા.

સંબંધિત સમાચાર