રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
ગુજરાત22 સપ્ટેમ્બર, 2025| Super Admin

સાયલા-લીંબડી હાઈવે પર 24 કલાકમાં અલગ – અલગ અકસ્માતની ઘટનામાં 3 લોકોના મોત, 13 લોકો ઇજાગ્રસ્ત


(જી.એન.એસ) તા. 21

લીંબડી,

રાજ્યના આ હાઇવે પર છેલ્લા 24 કલાક ખુબ ગોઝારા બન્યા હોય તેવી સ્થિતિ જોવા મળી હતી જેમાં, સાયલા-લીંબડી હાઈવે પર છેલ્લા 18 કલાકમાં અલગ-અલગ અકસ્માતની ઘટનામાં કુલ ત્રણ લોકોના મોત નીપજ્યા છે. જ્યારે કુલ 13 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. જેમાં ચોટીલા ખાતે પદયાત્રાએ ચાલીને જતાં ચીમનભાઈ ભીખાભાઈ પરમાર અને  ભરતભાઈ રતનભાઇ રાઠોડને સાયલા પાસે અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતાં બંનેને ગંભીર ઈજા પહોંચી હતી. ઘટનાને લઈને બંને પદયાત્રીને સારવાર અર્થે સાયલા સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ પછી ઈજાગ્રસ્તોને સુરેન્દ્રનગર રિફર કરા હતા, જ્યાં બંનેના મોત નીપજ્યા હતા.

બીજી અકસ્માતની ઘટનામાં, સાયલા-લીંબડી હાઇવે પર આવેલા ફૂલગ્રામ પાસે મુળી તાલુકામાં મજૂરીકામ માટે જતાં દાહોદના લોકોને અકસ્માત નડ્યો હતો. જેમાં બાળકો-મહિલા સહિતના લોકો લઈને જતાં વાહનને બેફામ ડમ્પર ચાલકે અડફેટે લીધું હતું. જેમાં તમામ મજૂરોને નાની-મોટી ઈજાઓ થઈ હતી, જ્યારે એક મહિલાનું મોત નીપજ્યું હતું. મૃતક મહિલાના મૃતદેહને પીએમ અર્થે સાયલા સરકારી હોસ્પિટલ મોકલવામાં આવ્યો હતો.

મીડિયા સુત્રો થકી મળતી માહિતી મુજબ, તમામ લોકો દાહોદ તરફના ધાનપુર, પાવા, રયાવાડ ગામના હોવાનું સામે આવ્યું હતું. સમગ્ર ઘટનાને પગલે પોલીસ સ્થળ પર દોડી પહોંચી હતી. અકસ્માત બાબતે વધુ તપાસ જોરાવર નગર પોલીસ કરી રહી છે. 

ઈજાગ્રસ્તના નામ

– બ્રીજ દેવાભાઈ પલાસ (ઉં.વ.3)

– બબીબેન બાદલભાઈ સંઘોડ (ઉં.વ.38) 

– રવિભાઈ પ્રદીપભાઈ પલાસ (ઉં.વ.5)

– પ્રકાશભાઈ ફકરૂ ભાઈ (ઉં.વ.20) 

– પંકજભાઈ નરસિંહભાઈ પરમાર (ઉં.વ.25)

– મંજુબેન પ્રદીપભાઈ (ઉં.વ.20) 

– વર્ષાબેન અશ્વિનભાઈ પરમાર (ઉં.વ.20) 

– સુમિત્રાબેન દેવુભાઈ (ઉં.વ.34) 

– દેવાભાઈ વરિયાભાઈ (ઉં.વ.35) 

– દશા બેન ઈલેશભાઈ (ઉં.વ.22) 

– પિયુષ મુકેશભાઈ પરમાર (ઉં.વ.28) 

– રેણુકા ફકરુભાઈ (ઉં.વ.12) 

– વિક્રમભાઈ ફકરૂ ભાઈ (ઉં.વ.12)



Source link

સંબંધિત સમાચાર