રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયુંવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયું
ગુજરાત29 ઑગસ્ટ, 2025| Super Admin

કચ્છના દરિયા કિનારેથી માંદક પદાર્થના 20 પકેટ બિનવારસી મળી આવ્યા

કચ્છના દરિયા કિનારેથી માંદક પદાર્થના 20 પકેટ બિનવારસી મળી આવ્યા

કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાંથી બિનવારસી માદક પદાર્થના પેકેટ મળવાનો સિલસિલો યથાવત છે. આજે ફરી એકવાર કચ્છના ક્રિક વિસ્તારમાંથી સરહદી સુરક્ષા દળને પેટ્રોલિંગ દરમિયાન ચરસના 20 પેકેટ મળી આવ્યા છે. આ ઘટનાએ ફરી એકવાર દરિયાઈ સીમાની સુરક્ષા પર સવાલો ઊભા કર્યા છે. BSFની ટીમ દરિયાઈ વિસ્તારમાં નિયમિત પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન તેમને દરિયાકાંઠે બિનવારસી હાલતમાં ચરસના પેકેટ પડ્યા હોવાનું જણાયું હતું. તાત્કાલિક કાર્યવાહી હાથ ધરીને BSFની ટીમે આ તમામ 20 પેકેટ કબજે કર્યા હતા. આ પેકેટ્સનું કુલ વજન અને આંતરરાષ્ટ્રીય બજારમાં તેની કિંમત કેટલી છે તે અંગેની માહિતી હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. છેલ્લા ઘણા સમયથી કચ્છના દરિયાઈ વિસ્તારોમાંથી આ પ્રકારે માદક પદાર્થોના પેકેટ મળી રહ્યા છે. આ પેકેટ્સ પાકિસ્તાન તરફથી દરિયાઈ માર્ગે ભારતમાં મોકલવામાં આવતા હોવાનું અનુમાન છે. આ માલસામાનને કોઈ ચોક્કસ જગ્યાએ પહોંચાડતા પહેલા જ સમુદ્રમાં ફેંકી દેવામાં આવતો હોય તેવી શક્યતા છે.

સંબંધિત સમાચાર