રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા18 જુલાઈ, 2025| Super Admin

બનાસકાંઠામાં આઠ સેન્ટરો ઉપર ટેકાના ભાવે 1637 ખેડૂતોની 9155 મેટ્રિક ટન બાજરીની ખરીદી

બનાસકાંઠામાં આઠ સેન્ટરો ઉપર ટેકાના ભાવે 1637 ખેડૂતોની 9155 મેટ્રિક ટન બાજરીની ખરીદી
1138 ખેડૂતોના પી.એફ.એમ.એસ. દ્વારા 19.58 કરોડ રૂપિયા સીધા ખાતામાં જમા; બનાસકાંઠા જિલ્લામાં ચાલું વર્ષે પણ સરકારે ટેકાના ભાવ જાહેર કરતા તંત્ર દ્વારા બાજરી ખરીદીની શરૂ કરાઈ હતી.ત્યારે ખેડૂતોને ટેકાના ભાવની ખરીદી માટે 1 એપ્રિલથી 30 એપ્રિલ સુધી ઓનલાઈન રજિસ્ટ્રેશન પોર્ટલ ખુલ્લું મુકાયું હતું. બાદમાં રજીસ્ટર થયેલ 3622 પૈકી 2645 ખેડૂતોના મોબાઈલ ઉપર મેસેજ છોડવામાં આવ્યાં હતાં.જેમાં બનાસકાંઠા જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા બનાસકાંઠા જિલ્લાના આઠ તાલુકામાં સેન્ટરો ઉભા કરીને ટેકાના ભાવે ખરીદી શરૂ કરીને 15 જુલાઈ સુધીમાં 9150 મેટ્રિક ટન બાજરીની ખરીદી કરાઈ હતી. રાજ્ય સરકારના નિયત કરેલ ટેકાના ભાવ મુજબ પ્રતિ કવીંટલે 2925 રૂપિયાના ભાવે ખરીદી કરાઈ હતી.આ સમગ્ર પ્રક્રિયા પૂર્ણ થયાં બાદ પહેલી મેથી 15 જુલાઈ સુધી ટેકાના ભાવે બાજરી ખરીદીમાં 1667 ખેડૂતોની 9150 મેટ્રિક ટન બાજરીની ખરીદી કરવામાં આવી હતી. ધાનેરા સેન્ટર ઉપર એક પણ ખેડુતે બાજરી ન ભરાવી; બનાસકાંઠાના આઠ તાલુકાઓમાં બાજરી ખરીદી માટે ઉભા કરેલ સેન્ટરો પૈકી  ડીસામાં 396,કાંકરેજમાં 69, થરાદમાં 172, લાખણીમાં 419,દિયોદરમાં 160,પાલનપુરમાં 317,વડગામમાં 104, ખેડૂતોએ ટેકાના ભાવે બાજરી ભરાવી હતી.જ્યારે ધાનેરામાં એક પણ ખેડૂતે ટેકાના ભાવે બાજરી ભરાવી નહતી.

સંબંધિત સમાચાર