રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ10 સપ્ટેમ્બર, 2025| Super Admin

પાટણ જિલ્લાના સાંતલપુર પંથકના બે અલગ અલગ ગામમાં નદીમાં ન્હાવા પડેલા 12 લોકો ડૂબ્યા

પાટણ જિલ્લાના સાંતલપુર પંથકના બે અલગ અલગ ગામમાં નદીમાં ન્હાવા પડેલા 12 લોકો ડૂબ્યા
4 લોકો ના મોત નિપજ્યા તો 6 લોકોને બચાવાયા જયારે 2 લોકો ની શોધખોળ ચાલુ ધટનાને પગલે પંથકમાં ગમગીની છવાઈ : તંત્ર ના અધિકારીઓ સહિત ની ટીમ ધટના સ્થળે પહોંચી પાટણ સાંતલપુર તાલુકામાં બે અલગ અલગ ગામમાં નદીમાં નહાવા ગયેલા કુલ 12 યુવકો ડૂબ્યા હોવાની ઘટના સામે આવી છે. જેમાં નળિયા ગામ નજીક પસાર થતી ખારી નદીમાં 9 યુવકો ડૂબ્યા હતા. જેમાંથી 4નો આબાદ બચાવ થયો છે. જ્યારે બે યુવકોના મોત થયા છે. તેમજ 3 યુવકો લાપતા છે. આ ઉપરાંત રણમલપુરા ગામ પાસેની નદીમાં ત્રણ યુવાનો ડૂબ્યા હતા. જેમાંથી બેનો બચાવ થયો છે. જ્યારે એક લાપતા છે  જેની શોધખોળ ચાલી રહી છે. નદીમાં અચાનક પાણીનો પ્રવાહ વધતા યુવકો ડૂબ્યા હોવાનું મનાય છે. આ અંગે મળતી માહિતી મુજબ મંગળવારે બપોરે યુવકો ખારી નદીમાં નહાવા માટે ગયા હતા. તે દરમિયાન નદીમાં અચાનક પાણીનો પ્રવાહ વધતા નવ યુવકો તણાઈ ગયા હતા. જે બાદ ડૂબવા લાગ્યા હતા. સ્થાનિકોની મદદથી પાંચ યુવકોને સમયસર બહાર કાઢી લેવામાં આવ્યા હતા. જોકે, તેમાંથી એક યુવકનું સારવાર દરમિયાન મોત થયું છે. જેથી તેનો મૃતદેહ વારાહી સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો છે.પોલીસ અને વહીવટી તંત્ર ઘટના સ્થળે પહોંચી છે. જ્યારે ગુમ થયેલા યુવકોની શોધખોળ માટે SDRFની ટીમને બોલાવવામાં આવી છે. SDRFની ટીમ દ્વારા શોધખોળની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ દરમિયાન એક યુવકની લાશ મળી આવી છે. જેથી હાલ 3 યુવકો લાપતા છે. સ્થાનિક પોલીસ અને વહીવટી તંત્ર પણ ઘટના સ્થળે હાજર છે અને સમગ્ર પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે. આ દુર્ઘટનાને કારણે સમગ્ર વિસ્તારમાં શોક અને ચિંતાનો માહોલ છે.SDRFની 26 લોકોની ટીમ દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી છે. વારાહીના મામલતદાર દિનેશ પંડયાએ જણાવ્યું હતું કે, કુલ 9 યુવકો હતા. સ્થાનિકોએ 5 ને બહાર કાઢ્યા છે અને 4 લાપતા છે. જેઓને SDRFની 26 લોકોની ટીમ શોધખોળ કરી રહી છે. જ્યારે એક યુવાન વધુ પાણી પી જતા 108 મારફતે તેને સારવાર માટે ખેસડવામાં આવ્યો હતો, જોકે, સારવાર દરમયાન તેનું મોત થયું છે. સાંતલપુરના રણમલપુરા ગામ પાસે 3 યુવાનો ડૂબ્યા હોવાની બીજી ધટના સજૉઈ હોવાનું જાણવા મળ્યું છે જેમાં સાંતલપુરના રણમલપુરા ગામ પાસેથી પસાર થતી નદીમાં નહાવા ગયેલા ત્રણ યુવાનો ડૂબ્યા હતા. જેમાં રાજુસરા ગામના સ્થાનિક તરવૈયાઓની મદદથી બે યુવકોને બચાવી લેવામાં આવ્યાં છે. જ્યારે એક યુવાનની શોધખોળ હાલમાં ચાલુ છે. પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં બનેલી આ ઘટના ને લીધે સમગ્ર પંથકમાં ગમગીની છવાઈ જવા પામી છે તો બનાવને પગલે તંત્ર ના અધિકારીઓ સહિત ની ટીમ પણ ધટના સ્થળે પહોંચી હોવાનું જાણવા મળ્યું છે.

સંબંધિત સમાચાર