રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
ગુજરાત7 ઑક્ટોબર, 2025| Super Admin

અમદાવાદ એસઓજીએ 10 લાખના એમડી ડ્રગ્સ સાથે 2 આરોપીની ધરપકડ કરી


(જી.એન.એસ) તા.6

અમદાવાદ,

અમદાવાદ પોલીસની વધુ એક વખાણલાયક કામગીરી સામે આવી છે જેમાં, યુવાધનને ખરાબ રીતે નશાના રવાડે ચડાવતા બે શખ્સોની એસઓજી દ્વારા ધરપકડ કરવામાં આવી છે. શહેરના દિલ્હી દરવાજા વિસ્તારમાંથી મેફેડ્રોન ડ્રગ્સ સાથે બે યુવકોને ઝડપી લેવામાં આવ્યા હતા. તેમની પાસેથી 9 લાખથી વધુની કિંમતનું ડ્રગ્સ મળી આવ્યું હતું. આરોપીઓ વિરુદ્ધ હાલમાં NDPS એક્ટની કલમ 8 (સી), 22 (સી) અને 29 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

અમદાવાદ એસઓજીની કસ્ટડીમાં રહેલા 2 આરોપી ચિરાગ અલી શેખ અને એજાઝમીયા અરબની ધરપકડ 10 લાખના ડ્રગ્સ સાથે કરવામાં આવી છે. બંને આરોપી ડ્રગ્સ લેવા માટે અમદાવાદથી મધ્યપ્રદેશના મનસૂર ખાતે ગયા હતા. જ્યાંથી ડ્રગ્સ લઈ પરત આવતા પોલીસને બાતમી મળી હતી અને બાતમીના આધારે જ પોલીસે બંનેની બસમાંથી જ ધરપકડ કરી લીધી છે. કોઈને શંકા ન જાય તે માટે આરોપી ચિરાગ અલી તેની સાથે પોતાની પ્રેમિકાને પણ લઈ ગયો હતો. જો કે પ્રેમિકા ડ્રગ્સ લઈને પરત આવવાનું છે તે વાતથી અજાણ હતી. મધ્યપ્રદેશથી ડ્રગ્સ લઈને અમદાવાદ આવી રહેલા આરોપીઓની ધરપકડ કરી પૂછપરછ કરતા હકીકત સામે આવી કે ચિરાગ અલી છેલ્લા 10 વર્ષથી ડ્રગ્સનો બંધાણી છે અને નશો પૂરો કરવા કોઈપણ ગુનાને અંજામ આપી શકે તેમ છે. છેલ્લા 10 વર્ષમાં આરોપીએ મોબાઈલ ચોરી સહિત 44 જેટલા ગુના આચર્યા છે.

આ ગુના કરવા પાછળનું કારણ નશાનું સેવન હોવાનું સામે આવ્યું છે. એટલે કે જ્યારે પણ આરોપીને નશો કરવો હોય ત્યારે મોબાઈલ ચોરી કરતો અને તેને વેચીને રૂપિયા લઈને નશો કરી લેતો હતો. મધ્યપ્રદેશથી ડ્રગ્સ લાવવા અંગે તપાસ કરતા મધ્યપ્રદેશના મનસુર ખાતે ઈમરાન નામનો એક ડ્રગ ડીલર જોડાયો હોવાનું સામે આવ્યું છે. જેણે રઈશ નામના વ્યક્તિને ડ્રગ્સ સપ્લાય કરવા બસ સ્ટેન્ડ મોકલ્યા હતા. જ્યાંથી ઝડપાયેલા બંને આરોપી ડ્રગ્સ લઈ અમદાવાદ આવતા હતા. તે સમયે તેમને ઝડપી લેવામાં આવ્યા હતા.

SOGના ACP બી.સી સોલંકીએ આ અંગે જણાવ્યું હતું કે, દિલ્હી દરવાજા એક લક્ઝરી બસમાં મધ્ય પ્રદેશથી કેટલાક શખ્સો નાર્કોટિક્સનો જથ્થો લઈને આવી રહ્યા છે. આ માહિતીના આધારે ગઈકાલે સાંજે 7 વાગ્યે ટ્રાવેલ્સ બસ આવતા ઇન્ફોર્મરે તેમને ઓળખી બતાવ્યા હતા. તેમને પકડીને સર્ચ કરતા ચિરાગ શેખ નામના શખ્સ પાસેથી 98 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યું હતું. તેની સાથે એક એજાઝમીયા નામનો શખ્ય હતો. આ બંને ઈમરાન નામના શખ્સ પાસેથી આ ડ્રગ્સનો જથ્થો લઈ આવ્યા હતા. આ બંનેની પૂછપરછ કરતા ચિરાગ શેખ મોબાઈલ ચોરીના 44 ગુનામાં પકડાયેલો છે. આ બંને શખ્સો ડ્રગ્સના બંધાણી છે. આ માટે પૈસાની જરૂર પડતા મોબાઈલ ચોરીની આદત પડી હતી.



Source link

સંબંધિત સમાચાર