![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2024/02/ls.png)
પેલેસ્ટાઈનના વડાપ્રધાન મોહમ્મદ શતાયેહેએ આપ્યું રાજીનામું
ઈઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ ચાલુ છે. દરમિયાન પેલેસ્ટાઈનના PM મોહમ્મદ શતયેહે લેખિતમાં 26 ફેબ્રુઆરીએ રાજીનામું આપી દીધું હતુ. શતયેહે ગાઝા શહેરમાં વધી રહેલી હિંસા અને યુદ્ધને કારણે ત્યાં સર્જાયેલી ભૂખમરાની સ્થિતિને તેમના રાજીનામાનું કારણ ગણાવ્યું છે. આવામાં હમાસે ફતહ પાર્ટી સાથે મળીને નવી સરકાર બનાવવાની યોજના શરૂ કરી દીધી છે. નવી સરકાર બનાવવા માટે આગામી અઠવાડિયામાં મોસ્કોમાં બેઠક યોજાઈ શકે છે.
મીડિયા રિપોર્ટ્સમાં રાજીનામાંનું કારણ અમેરિકાનું દબાણ હોવાનું મનાઈ રહ્યું છે. શતાયેહે કહ્યું કે, હું સરકારનું રાજીનામુ શ્રીમાન રાષ્ટ્રપતિ (મહમૂદ અબ્બાસ)ને સોંપું છું.’ તેમણે કહ્યું હતું કે, આ રાજીનામું ગાઝા પટ્ટી વિરૂદ્ધ આક્રમકતા અને વેસ્ટે બેંક અને યરૂશલમમાં તણાવથી જોડાયેલા ઘટનાક્રમને ધ્યાને રાખીને આપ્યું છે.