ખેડામાં સિરપે લીધો 6 લોકોનો જીવ? લઠ્ઠાકાંડની આશંકાથી તંત્રમાં દોડધામ

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

ખેડા જિલ્લામાં સિરપ પીવાથી 6 લોકોના શંકાસ્પદ મૃત્યું થયા છે. સમગ્ર મામલે તંત્ર દોડતુ થયું છે. આયુર્વેદિક સિરપ ‘મેઘસવા’ પીવાથી લોકોના મૃત્યુ નિપજ્યા હતા. ખેડા SPએ કહ્યું કે, બે મૃત્યુ સુધી પોલીસ અજાણ હતી પણ મોતનો આંકડો વધતાં સમગ્ર મામલો બહાર આવ્યો છે. કિશોર’ નામનો કરિયાણાવાળો સિરપ વેચતો હતો. તેણે કહ્યું કે, વેચવા કોઈ મંજૂરીની જરુર હોતી નથી. સમગ્ર મામલે પોલીસે ત્રણની અટકાયત કરી તપાસ આદરી છે.

નડીયાદ નજીક આવેલા બિલોદર અને બગડુ ગામના યુવકોએ નશો કરવા માટે કફ સિરપ પીધા બાદ ઝેરી અસર થતા તમામને નડીયાદ અને ખેડા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં છ યુવકના મોઢામાં ફીણ આવ્યા બાદ મોત નીપજતા પોલીસ અને આરોગ્ય વિભાગમાં દોડદામ થઇ ગઇ છે. લઠ્ઠાકાંડની આશંકા સાથે પોલીસે ફોરેન્સિક નિષ્ણાંતની મદદ લઇને તપાસ હાથધરી છે.કરિયાણાની દુકાને કપ સિરપ વેચાણ કરનાર ત્રણ શખ્સોની અટકાયત કરી નડીયાદ પંથકમાં વેચાતા શંકાસ્પદ પીણાનું વેચામ અટકાવી દેવામાં આવ્યું છે. કપ સિરફનો નશો કરવાના કારણે એક સાથે છ યુવકોએ જીવ ગુમાવતા સ્ટેટ મોનિટરીંગ સેલના એસપી નિલિપ્ત રાય નડીયાદ ખાતે દોડી ગયા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.