રામ નવમીના પાવન અવસરે અયોધ્યામાં રામલલાનું થયું સૂર્ય તિલક

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

અયોધ્યામાં 22 જાન્યુઆરીએ નવ નિર્મિત મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા પછી આ પ્રથમ રામનવમી, દેશભરમાં રામ નવમીનો પવિત્ર તહેવાર ભક્તિભાવ સાથે ઉજવવામાં આવ્યો હતો, અયોધ્યામાં રામ લલાના સૂર્ય તિલક લગાવવામાં આવ્યું છે. લગભગ 4 મિનિટ સુધી રામલલાની મૂર્તિના મસ્તક પર સૂર્યના કિરણો દેખાયા હતા અને શ્રી રામની ભવ્ય તસવીર જોઈને ભક્તો ભાવુક થઈ ગયા હતા. સવારે 3.30 કલાકે મંદિરના કપાટ ખુલતા જ ભક્તોનો ધસારો જોવા મળી રહ્યો છે. આજે બપોરે 12 વાગ્યે સૂર્યના કિરણો લગભગ 4 મિનિટ સુધી રામલલાનું સુર્ય તિલક કરવામાં આવ્યું છે.  આ અલૌકિક નજારો જોઈને મંદિર માં ઉપસ્થિત ભક્તો તેમજ અલગ – અલગ માધ્યમો થી ઓનલાઈન નિહાળી રહ્યા કરોડો ભક્તો ભક્તિથી અભિભૂત થયા હતા, આ સમયે સમગ્ર મંદિર પરિસર અને દેશ – વિદેશ માં શ્રી રામના નારાથી ગુંજી ઉઠ્યું હતું.

સૂર્યના કિરણો રામલલાના લલાટ પર પડશે જેને સુર્ય તિલક કહેવામાં આવે છે. એ તો જાણીતું જ છે કે મંદિર બનાવતી વખતે સૂર્ય તિલકને ધ્યાનમાં રાખીને તેના માટે ખાસ અરીસો અથવા લેન્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ માટે સૂર્યના કિરણો રામ મંદિરના ત્રીજા માળેથી રામલલાની મૂર્તિ સુધી પાઇપિંગ અને ઓપ્ટો-મિકેનિકલ સિસ્ટમ દ્વારા રામલલાની મૂર્તિ સુધી પહોંચી છે.

રામનવમી ના ખાસ વિશેષ દિવસ માટે રામલલાનો ખાસ પોશાક તૈયાર કરવામાં આવ્યો છે, જે પીળા પીળા રંગનો છે. આમાં ખાદી અને હેન્ડલૂમનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ વસ્ત્રો તૈયાર કરવામાં વૈષ્ણો સંપ્રદાયના પ્રતીકોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમજ સોના અને ચાંદીના દોરાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. રામલલાના કપડા બનાવનાર મનીષ ત્રિપાઠીનું કહેવું છે કે રામલલાના કપડા તૈયાર કરવામાં 20 થી 22 દિવસનો સમય લાગે છે. રામલલાના કપડામાં વેલ્વેટ કોટનનો ઉપયોગ કરવામાં આવે છે જેથી તે અંદરથી નરમ રહે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.