યુપીમાં સપા તો હવે દિલ્હીમાં આપ આપશે કોંગ્રેસને રાહત, આજે થઈ શકે છે એલાન

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

લોકસભા ચૂંટણી 2024માં ભારતીય જનતા પાર્ટી (BJP)ના વિજય રથને રોકવા માટે રચાયેલા ઈન્ડિયા એલાયન્સમાં સીટની વહેંચણીને લઈને આટલા લાંબા સમયથી ચાલી રહેલ અણબનાવનો હવે અંત આવી રહ્યો છે. ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટી (SP) બાદ હવે દિલ્હીમાં કોંગ્રેસનું આમ આદમી પાર્ટી (AAP) સાથે ગઠબંધન નક્કી કરવામાં આવ્યું છે.

આ AAP-કોંગ્રેસ ગઠબંધનમાં કોને કેટલી બેઠકો મળશે તેની જાહેરાત શનિવારે (24 ફેબ્રુઆરી) સવારે 11.30 વાગ્યે થઈ શકે છે. AAP અને કોંગ્રેસ વચ્ચે ચર્ચા થયેલ સીટ શેરિંગ ફોર્મ્યુલામાં દિલ્હીની અંદર આમ આદમી પાર્ટીને નવી દિલ્હી, પૂર્વ દિલ્હી, દક્ષિણ દિલ્હી અને પશ્ચિમ દિલ્હીમાં કુલ 4 બેઠકો મળશે અને કોંગ્રેસને ચાંદની ચોક, ઉત્તર પૂર્વ દિલ્હી,ઉત્તર દક્ષિણ દિલ્હી 3 બેઠકો સામેલ છે.

પંજાબમાં AAP અને કોંગ્રેસ અલગ થઈ ગયા છે

આ સિવાય હરિયાણામાં કોંગ્રેસને 9 અને કુરુક્ષેત્રમાં આમ આદમી પાર્ટીને એક સીટ મળી છે. ગુજરાતની અંદર કોંગ્રેસને 24 અને ભરૂચ અને ભાવનગરમાં AAPને 2 બેઠકો આપવામાં આવશે. તેમજ ગોવા અને ચંદીગઢમાં સીટોની વહેંચણી અંગે પણ ચર્ચા થઈ રહી છે, પરંતુ પંજાબમાં બંને પક્ષો અલગ-અલગ ચૂંટણી લડવાના છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.