રવિવારે વરસાદની વચ્ચે શરદ પવારે આપ્યું ભાષણ

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) ના સ્થાપક શરદ પવારે રવિવારે વરસાદની વચ્ચે ભાષણ આપ્યું, જેણે ઓક્ટોબર 2019 માં આપેલા નિર્ણાયક ભાષણની યાદ તાજી કરી દીધી છે.

સરદ પવાર 26 નવેમ્બરની સાંજે, નવી મુંબઈમાં એક પાર્ટીના કાર્યક્રમમાં ગયા હતા જ્યાં તેમણે ભાષણ શરૂ કરતાની સાથે જ હળવો વરસાદ શરૂ થયો. વરસાદ હોવા છતાં પણ તેમનું ભાષણ અટક્યું નહીં. વરસાદ વચ્ચે તેમણે કહ્યું કે આજે વરસાદને કારણે અહીં અમારી યોજનાઓ ખોરવાઈ ગઈ છે. પરંતુ આપણે એવા લોકો છીએ જે આટલી સરળતાથી હાર માનીશું નહીં, પાછળ હટીશું નહીં. અમારે ભવિષ્યમાં પણ અમારો સંઘર્ષ ચાલુ રાખવાની જરૂર છે.

સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા પવારના ભાષણને જોઈને તેમના સમર્થકોને ચાર વર્ષ પહેલાંની યાદ આવી હતી.ઓક્ટોબર 18, 2019 ના રોજ, મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના ત્રણ દિવસ પહેલા, પવાર લોકસભા પેટાચૂંટણી માટે NCP ઉમેદવારની તરફેણમાં પ્રચાર કરવા માટે સતારામાં હતા. આ દરમિયાન તેમણે ભારે વરસાદમાં ભીંજાઈને ભાષણ આપ્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.