શાહરૂખને મળ્યો દાદાસાહેબ ફાળકે એવોર્ડ, કહ્યું..કે ‘હું ઘણા વર્ષોથી આ ક્ષણની રાહ જોઈ રહ્યો હતો

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

શાહરૂખ ખાનને દાદા સાહેબ ફાળકે ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો છે. આ એવોર્ડ 2023માં રિલીઝ થયેલી તેમની ફિલ્મ ‘જવાન’ માટે મળ્યો છે. બેસ્ટ એક્ટરનો એવોર્ડ જીતવા પર શાહરૂખે કહ્યું, ‘હું ઘણા વર્ષોથી આ ક્ષણની રાહ જોઈ રહ્યો હતો. મને બેસ્ટ એક્ટરનો એવોર્ડ પહેલા ન મળ્યો એટલે મેં વિચાર્યું કે હવે મને આ એવોર્ડ નહીં મળે, પરંતુ હવે આ એવોર્ડ મેળવીને હું ખૂબ જ ખુશ છું.

શાહરૂખ ખાને શ્રેષ્ઠ અભિનેતાની શ્રેણીમાં એવોર્ડ જીત્યો હતો. કિંગ ખાને સ્ટેજ પર આવીને બધાનો આભાર વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે છેલ્લી ઘડી સુધી તેને ખ્યાલ નહોતો કે તેણે આ એવોર્ડ જીતી લીધો છે. શાહરુખ ખાને કહ્યું હતું કે- મેં વિચાર્યું ન હતું કે મને એવોર્ડ મળશે. મને ઘણા વર્ષોથી બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો નથી. મને લાગવા માંડ્યું હતું કે હવે મને આ એવોર્ડ નહીં મળે. કિંગ ખાને કહ્યું કે તે આ એવોર્ડ મેળવીને ખૂબ જ ખુશ છે અને એવોર્ડ મળ્યા બાદ તે હંમેશા સારું અનુભવે છે. તેણે કહ્યું કે ટ્રોફી તેને આકર્ષે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.