કોરોના વિસ્ફોટઃ ૨૪ કલાકમાં અધધ..૧૮૫૫૨ કેસ,૩૮૪ના મોત

રાષ્ટ્રીય
corona
રાષ્ટ્રીય

ન્યુ દિલ્હી : ૧ જુલાઇથી અનલોક-૨માં વધુ છૂટછાટ આપવાની શક્્યતા વચ્ચે કોરોના મહામારીએ જાણે કે ભારતમાં અડિંગો જમાવ્યો હોય તેમ એક જ દિવસમાં ૧૮ હજાર કરતાં વધારે કેસો નોંધાયા હતા. અને વધુ ૩૮૪ લોકોના મોત થયા હતા. આજે શનિવારે સવારે ૮ વાગે પૂરા થયેલા છેલ્લાં ૨૪ કલાકમાં આંકડા કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કર્યા હતા. જેના જણાવ્યા પ્રમાણે, છેલ્લા ૨૪ કલાકમાં ૧૮ હજાર ૫૫૨ કેસ સામે આવ્યા હતા અને વધુ. ૩૮૪ લોકોના મોત થયા હતા. આ સાથે જ દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા ૫,૦૯,૯૫૩ થઈ ગઈ છે. જેમાં ૧ લાખ ૯૭ હજાર ૩૮૭ એÂક્ટવ કેસ છે. ૨ લાખ ૯૫ હજાર ૮૮૧ લોકો અત્યાર સુધીમાં સાજા થયા છે.જ્યારે મોતનો કુલ આંકડો ૧૫ હજાર ૬૮૫ પર પહોંચ્યો છે. જા સંક્રમણના કેસ આ જ ઝડપથી વધશે તો આગામી સપ્તાહમાં ભારત વિશ્વમાં ત્રીજા સૌથી વધુ સંક્રમિત દેશ બનશે.રોજના જે રીતે કેસો આવી રહ્યાં છે તે જાતાં આવતીકાલે રવિવારના આંકડા સાથે કુલ સંખ્યા સવા પાંચ લાખને પાર થઇ જશે. બીજી તરફ, કોરોનાના જાખમને જાતાં ઝારખંડ સરકારે લોકડાઉન ૩૧ જૂલાઈ સુધી વધારી દીધું છે. બે મહિનાના સખત લોકડાઉન બાદ લોકડાઉન- ૫માં આપવામાં આવેલી છૂટછાટ બાદ કોરોનાનો કાળો કેર દિવસેને દિવસે ખૂબ જ ઝડપથી વધી રહ્યો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.