300 રૂપિયાની ચોરી કરતા કેદીને 5 મહિનાની સજા, જેનો જેલમાં ખાવા પાછળ થનાર ખર્ચ રૂ.1 લાખ 20 હજાર

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

તિહાડ જેલના મહાનિદેશક સંજય બેનીવાલે કહ્યું કે, લગભગ 700 કેદીઓને હોટલ ઉદ્યોગમાં નોકરી મળી છે અને 1200થી વધારે બંદી જેલમાંથી બહાર આવ્યા બાદ વિવિધ ક્ષેત્રોમાં કામ કરવા માટે ટ્રેનિંગ પ્રાપ્ત કરી રહ્યા છે. પીટીઆઈ મુખ્યાલયમાં એજન્સીના સંપાદકો સાથે વાતચીતમાં 1989 બૈચના ભારતીય પોલીસ સેવાના અધિકારી બેનીવાલે કહ્યું કે, તેઓ એવા કેદીઓની દેખરેખથી ખુશ થાય છે, જેમને જેલની સજા કાપ્યા બાદ નોકરી મળે છે. ચંડીગઢના પોલીસ મહાનિદેશક રહી ચુકેલા બેનીવાલ નવેમ્બર 2022થી તિહાડ જેલમાં મહાનિદેશક તરીકે તૈનાત છે. તિહાડમાં પોતાના કાર્યકાળમાં જેલ સુધાર પર એક સવાલનો જવાબ આપતા બેનીવાલે કહ્યું કે, અમને જેલની અંદર શહેરી વિકાસ મંત્રાલયની મદદથી કૌશલ વિકાસ કાર્યક્રમ શરુ કર્યો છે. આ કાર્યક્રમ અંતર્ગત લગભગ 700 કેદીઓને હોટલ ઉદ્યોગમાં નોકરી મળી છે અને 1200 કેદી હોસ્પિટલમાં નોકરી માટે ટ્રેનિંગ લઈ રહ્યા છે. તિહાડ જેલમાં ક્ષમતાથી વધારે કેદીઓ હોવા સંબંધિત સવાલના જવાબમાં બેનીવાલે કહ્યું કે, વધારે જેલ બનાવવાનું કોઈ સમાધાન નથી. તિહાડમાં 10,000ની સ્વીકૃત ક્ષમતાની તુલનામાં 20,000 કેદી છે.

દિલ્હીમાં ત્રણ જેલ પરિસર-તિહાડ, રોહિણી અને મંડોલી છે. તથા આ તમામમાં કેન્દ્રીય જેલ છે. તેમણે કહ્યું કે અન્ય વિકલ્પો અથવા દંડીત કરવાની વધુ સારી રીતે શોધી શકાય છે. બેનીવાલે એક ઉદાહરણ આપતા કહ્યું કે, હાલમાં એક યુવકને ખિસ્સાકાતરુના કેસમાં 300 રૂપિયા ચોરવાના કેસમાં પકડ્યો, તેને તિહાડમાં લાવવામાં આવ્યો, જામીન મળ્યા ત્યાં સુધીમાં તે પાંચ મહિના સુધી જેલમાં રહ્યો. તેમણે કહ્યું કે, હું દરરોજ દરેક કેદી પર દરરોજ 800 રૂપિયાનો ખર્ચ કરી રહ્યો છું. જેની કિંમત અમને દર મહિને લગભગ 24,000 રૂપિયા આવે છે. આ 300 રૂપિયાની ચોરીની સજા માટે મેં તમારા પૈસા ખર્ચ કર્યા, જેનો ખર્ચો પાંચ મહિનામાં લગભગ 1,20,000 રૂપિયા આવે છે. શું આ યોગ્ય છે? તિહાડ જેલના ટોચના અધિકારીએ કહ્યું કે, દિલ્હીની નરેલામાં પ્રસ્તાવિત જેલમાં 250 કેદીઓ માટે લગભગ 170 કરોડ ખર્ચ થશે, જે એક મોંઘો સોદો છે. તેમણે કહ્યું કે, જેલનો હાલની મોડલ પ્રાવધાન અધિનિયમ ફર્લો પર છુટા થનારા કેદીઓની ગતિવિધિઓ પર નજર રાખવા માટે પગમાં ઉપકરણ લગાવવાની શક્તિ આપે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.