ભારતની આ મિસાઇલથી ડર્યા પાકિસ્તાનના રાષ્ટ્રપતિ, 2 હજાર કિમી સુધી કરી શકે છે પ્રહાર

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

ભારતીય વાયુસેનાએ ગુરુવારના પાકિસ્તાન અને ચીનની વિરુદ્ધ લાંબા અંતર સુધી પ્રહાર કરવાની ક્ષમતામાં વધારો કર્યો છે. ભારતે સુખોઈ-30 MKI યુદ્ધ વિમાનથી બ્રહ્મોસ સુપરસોનિક ક્રુઝ મિસાઇલના અપગ્રેડ વર્જનનું બંગાળની ખાડીમાં સફળ પરીક્ષણ કર્યું. આ નવી મિસાઇલ પહેલાના 290 કિમીની સરખામણીએ 450 કિમી સુધી લાંબો પ્રહાર કરી શકે છે.

2 હજાર કિમી સુધી પ્રહાર કરી શકે છે સુખોઈ

આ એ જ બ્રહ્મોસ ક્રુઝ મિસાઇલ છે જેનાથી પાકિસ્તાની રાષ્ટ્રપતિ આરિફ અલ્વી ડરે છે અને તેમણે ગત દિવસોમાં ખુલીને આ ડર જાહેર કર્યો હતો. ભારતનું સુખોઈ ફાઇટર જેટ હવામાં 1500 કમી સુધી પ્રહાર કરી શકે છે. આ નવી બ્રહ્મોસ મિસાઇલથી સજ્જ થવા પર આ ફાઇટર જેટ લગભગ 2 હજાર કિમી સુધી પ્રહાર કરી શકે છે. આ રીતે હવે ભારતીય વાયુસેના પાસે જમીન અને દરિયામાં લાંબા અંતર સુધી પ્રહાર કરવાની ક્ષમતા થઈ ગઈ છે.

અવાજની ગતિથી ત્રણ ઘણી ઝડપથી કરે હુમલો

બ્રહ્મોસ મિસાઇલની મદદથી દુશ્મન અત્યંત મહત્વના સૈન્ય અડ્ડાઓ, અંડરગ્રાઉન્ડ્સ બંકર, કમાન્ડ એન્ડ કંટ્રોલ સેંટર, સમુદ્રમાં એરક્રાફ્ટ કેરિયર અને યુદ્ધજહાજોને અત્યંત સરળતાથી નષ્ટ કરી શકાય છે. બ્રહ્મોસ મિસાઇલનું બીજું એક વેરિયન્ટ પણ બનાવવામાં આવી રહ્યું છે જે 800 કિમી સુધી પ્રહાર કરી શકે છે. આ મિસાઇલ અવાજની ત્રણ ઘણી ગતિથી હુમલો કરે છે. બ્રહ્મોસની આ તાકાતથી પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આરિફ અલ્વી ડરે છે.

પાકિસ્તાનના રાષ્ટ્રપતિએ પોતાનો ડર વ્યક્ત કર્યો

થોડાક દિવસ પહેલા મિરાજ ફાઇટર જેટના પાકિસ્તાની વાયુસેનામાં 50 વર્ષ પૂર્ણ થવા પર આયોજિત એક કાર્યક્રમમાં પાકિસ્તાની રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે, ભારતે બ્રહ્મોસ-2 મિસાઇલ બનાવી છે. આ મિસાઇલની ઝડપ 8.5 મૈક છે. આનો અર્થ છે કે અવાજની ગતિથી 8.5 ઘણી વધારે ઝડપી. બ્રહ્મોસ મિસાઇલ મિનિટની અંદર પાકિસ્તાનમાં પ્રવેશ કરી શકે છે. આરિફ અલ્વીએ કહ્યું હતું કે, આપણે આપણે સ્વઘોષિત દુશ્મનની વિરુદ્ધ ડિફેન્સને મજબૂત બનાવવાની જરૂર છે.

પાકિસ્તાને ચીન પાસેથી ખરીદી એર ડિફેન્સ સિસ્ટમ

પાકિસ્તાની રાષ્ટ્રપતિએ દેશની વાયુસેનાની પ્રશંસા કરી અને કહ્યું કે, પાકિસ્તાની વાયુસેના પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં પણ કોઈપણ દુ:સાહસ સામે દેશની રક્ષા કરવા માટે સંપૂર્ણ રીતે સક્ષમ છે. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે, PAFએ મર્યાદિત સંસાધનો હોવા છતાં અનેકવાર, ખાસ કરીને ઝઘડાખોર પાડોશી ભારતની ગેરરીતિઓને યોગ્ય જવાબ આપીને તેની ક્ષમતા સાબિત કરી છે. પાકિસ્તાને હાલમાં જ ચીન પાસેથી એર ડિફેન્સ સિસ્ટમ ખરીદી છે, જે ભારતના S-400નો જવાબ હોવાનું માનવામાં આવે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.