
પીએમ મોદીએ ગ્લોબલ મિલેટસ કોન્ફરન્સનુ ઉદઘાટન કર્યું
વડાપ્રધાન મોદીએ દિલ્હીમાં બરછટ અનાજ અંગે આયોજિત બે દિવસના વૈશ્વિક સંમેલનનું ઉદઘાટન કર્યું હતું.જેમાં તેમની સાથે તેમણે ચાલુ વર્ષે મનાવાઇ રહેલા આંતરરાષ્ટ્રીય બરછત અનાજ વર્ષના અવસરે ટપાલ ટિકિટ તેમજ એક સિક્કો જારી કર્યો હતો જેને સરકારે બરછટ અનાજને શ્રી અન્ન નામ આપ્યું છે.આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી અને 6 દેશોના તેમના સમકક્ષ મંત્રીઓ પણ જોડાયા હતા.