
મણીપુરમા સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ સળગાવાયું
મણીપુરમાં અનામત વનક્ષેત્રમાંથી ખેડુતો અને વનવાસીઓને બહાર કાઢવાની સરકારી પ્રક્રિયા સામે સર્જાયેલા અસંતોષમાં રાજયના ચુરાચાંદપુર જીલ્લામાં મુખ્યમંત્રીની મુલાકાત પુર્વે હજારો લોકોએ સરકાર સામે આક્રોશ દર્શાવતા ન્યુ લવકા ખાતે સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ તથા જીમને આગ લગાડીને સળગાવી દીધું હતું.જેનું મુખ્યમંત્રી એન. બિરેનસિંઘ ઉદઘાટન કરવાના હતા.આ સિવાય મુખ્યમંત્રીના સભા સ્થળમાં પણ તોડફોડ કરીને ખુરશી તેમજ મંચને નુકસાન પહોંચાડયા બાદ કલમ 144ના અમલની જાહેરાત કરીને ઈન્ટરનેટ બંધ કરી દેવામાં આવ્યું હતું અને મુખ્યમંત્રીના અન્ય કાર્યક્રમ સ્થળો પર વધારાનો સુરક્ષા બંદોબસ્ત લાદી દીધો હતો.