ડાયનાસોરનો કેવી રીતે આવ્યો હતો અંત? એસ્ટેરોઇડના ટુકડાએ ખોલ્યું રહસ્ય

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

દુનિયાના મોટાભાગના વૈજ્ઞાનિકોનું માનવું છે કે, ડાયનાસોર 6.60 કરોડ વર્ષ પહેલા એક વિશાળકાય એસ્ટેરોઇડની ટક્કરથી ખતમ થઈ ગયા હતા. એસ્ટેરોઇડની ટક્કરવાળા સ્થાનને આજે મેક્સિકોમાં યુક્ટાન પ્રાયદ્વીપ તરીકે ઓળખવામાં આવે છે. આ એસ્ટેરોઇડે ધરતીના ભવિષ્યને બદલી દીધું અને આખરે માનવી અસ્તિત્વમાં આવ્યો.

વૈજ્ઞાનિકોને ઘણી આશ્ચર્યજનક વસ્તુઓ મળી

હવે દાવો કરવામાં આવી રહ્યો છે કે આ એસ્ટેરોઇડના અત્યંત નાના ટુકડા મળ્યા છે જે ગુંદરમાં ચોંટ્યા છે. અમેરિકન સ્પેસ એજન્સી નાસાએ આ શોધને અદ્ભુત ગણાવી છે. CNNના સમાચાર અનુસાર, નોર્થ ડાકોટામાં હેલ ક્રીક ફોર્મેશનમાં એક અશ્મિભૂત સ્થળ પર વૈજ્ઞાનિકોને ઘણી આશ્ચર્યજનક વસ્તુઓ મળી છે. આ સ્થાન પર ડાયનાસોર યુગના અંતના ઘણા અવશેષો સાચવવામાં આવ્યા છે.

ડોક્યુમેન્ટ્રીમાં આ શોધનો ખુલાસો

શોધાયેલા અવશેષોમાં એક માછલી, કાટમાળમાં ફસાયેલ કાચબો અને સંભવતઃ એસ્ટરોઇડ અથડામણના સાક્ષી એવા ડાયનાસોરના પગનો સમાવેશ થાય છે. ‘ડાઈનોસોર એપોકેલિપ્સ’ નામની નવી ડોક્યુમેન્ટ્રીમાં આ શોધનો ખુલાસો થયો છે. ડોક્યુમેન્ટરીમાં પ્રકૃતિશાસ્ત્રી સર ડેવિડ એટનબરો અને પેલિયોન્ટોલોજીસ્ટ રોબર્ટ ડીપાલ્મા દેખાડવામાં આવ્યા છે. રોબર્ટ ડીપાલમાએ 2012માં ટેનિસ તરીકે ઓળખાતી અશ્મિભૂત સાઇટ પર કામ શરૂ કર્યું હતુ.

વસંતઋતુ દરમિયાન પૃથ્વી પર આવ્યો હતો એસ્ટેરોઇડ

ટેનિસ મેક્સિકોના દરિયાકાંઠે અથડાતા એસ્ટેરોઇડ દ્વારા બનાવવામાં આવેલ ચિક્સુલુબ ઇમ્પેક્ટ ક્રેટરથી 2000 માઇલથી વધુ દૂર સ્થિત છે. સ્થળ પરની પ્રારંભિક શોધોથી ડીપાલ્માને સંકેત મળ્યો કે, ડાયનાસોર યુગના અંતના દુર્લભ પુરાવા આ સ્થળે મળી શકે છે. માછલીના અવશેષો પરના અભ્યાસો સૂચવે છે કે, એસ્ટેરોઇડ વસંતઋતુ દરમિયાન પૃથ્વી પર આવ્યો હતો. ઘણા પેલિયોન્ટોલોજીસ્ટ માને છે કે, આ સ્થળ ડાયનાસોરના ‘છેલ્લા દિવસો’નું પ્રતિનિધિત્વ કરે છે.

કેલ્શિયમથી સમૃદ્ધ છે એસ્ટરોઇડના નાના ટુકડાઓ

સંશોધકોને ગુંદરની અંદર ઘણા નાના ટુકડાઓ મળ્યા છે, જે મોટાભાગે કેલ્શિયમથી સમૃદ્ધ છે. ડીપાલ્માએ કહ્યું કે, તેમાંના 2 ટુકડા સંપૂર્ણપણે અલગ હતા. આમાં ક્રોમિયમ, નિકલ અને કેટલાક અન્ય તત્વો છે જે ફક્ત એસ્ટરોઇડમાં જોવા મળે છે. તેમણે કહ્યું કે, અમારા પ્રારંભિક વિશ્લેષણના આધારે તે ટુકડાઓ લગભગ ચોક્કસપણે અવકાશી વિશ્વમાંથી હતા. વૈજ્ઞાનિકો એ વાતની પુષ્ટિની આશા રાખી રહ્યા છે કે, આ એસ્ટરોઇડ ક્યાંથી આવ્યો અને તે શેનો બનેલો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.