
ઈક્વાડોરમા 6.7ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો
ઈક્વાડોરમાં ભૂકંપના ભારે આંચકા અનુભવાયા હતા.જેમાં યુ.એસ જિયોલોજિકલ સરવેએ ઈક્વાડોરના તટીય ગુયાસ ક્ષેત્રમાં 6.7ની તીવ્રતાનો ભૂકંપની માહિતી આપી હતી.જેમા આ ભૂકંપને લીધે ગુઆયાકિલની આજુબાજુનુ ક્ષેત્ર હચમચી ગયું હતું.જેમા રાષ્ટ્રપતિ ગુઈલેર્મો લાસ્સોએ આ બાબતે દુઃખ વ્યક્ત કર્યું અને તમામ નાગરિકોને શક્ય તેટલી મદદનું આશ્વાસન આપ્યુ હતું.જેમાં અનેક ઈમારતો અને મકાનોને પણ નુકસાન થયું છે.જે ભૂકંપનું કેન્દ્ર ઈક્વાડોરના શહેર ગુઆયાકિલથી લગભગ 50 માઈલ દક્ષિણમાં કેન્દ્રિત થયુ હતું.