ઇન્ડોનેશિયાના માઉન્ટ રુઆંગ જ્વાળામુખી બે અઠવાડિયામાં બીજી વખત ફાટ્યો

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

ઇન્ડોનેશિયામાં ફરી એક વાર ભય નો માહોલ, માઉન્ટ રુઆંગ જ્વાળામુખી બે અઠવાડિયામાં બીજી વખત ફાટ્યો. જ્વાળામુખી વિસ્ફોટના કારણે લગભગ બે કિલોમીટર સુધી આકાશમાં ધૂળ ફેલાઈ ગઈ હતી. હવામાં ફેલાયેલી ધૂળને કારણે એક એરપોર્ટ બંધ કરવું પડ્યું હતું. જ્વાળામુખી ફાટવાને કારણે તેનો કાટમાળ આસપાસના ગામોમાં ફેલાઈ ગયો હતો. હાલમાં લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે અને અધિકારીઓ જ્વાળામુખી પર નજર રાખી રહ્યા છે. પ્રાદેશિક એરપોર્ટ ઓથોરિટીના વડા એમ્બાપ સૂર્યોકોએ જણાવ્યું હતું કે ઓછી દૃશ્યતા અને રાખને કારણે એરક્રાફ્ટ એન્જિન પર કોઈ ખતરો ન સર્જાય તે માટે મંગળવારે સવારે એરપોર્ટ બંધ કરી દેવામાં આવ્યું હતું. મનાડો સહિત સમગ્ર પ્રદેશના નગરો અને શહેરોમાં આકાશમાંથી રાખ, કાંકરા અને પથ્થરો પડતા જોવા મળ્યા હતા. એટલું જ નહીં, વાહનચાલકોને દિવસ દરમિયાન પણ તેમના વાહનોની હેડલાઈટ ચાલુ રાખીને મુસાફરી કરવાની ફરજ પડી હતી. મનાડોમાં 430,000 થી વધુ લોકો રહે છે.

ઇન્ડોનેશિયા જિયોલોજિકલ સર્વિસ સાથે સંકળાયેલા અધિકારીઓએ જ્વાળામુખી ફાટવાના સંકેતો મળ્યા બાદ સુલાવેસી ટાપુ પર ચેતવણી જારી કરી હતી. સત્તાવાળાઓએ નજીકના ગામોમાં રહેતા લોકોને અને આરોહકોને જ્વાળામુખીથી ઓછામાં ઓછા છ કિલોમીટર દૂર રહેવાની વિનંતી કરી હતી. ઉત્તર સુલાવેસી પ્રાંતમાં 725-મીટર (2,378 ફૂટ) ઊંચો જ્વાળામુખી પ્રાંતની રાજધાની મનાડોમાં સેમ રતુલાંગી ઇન્ટરનેશનલ એરપોર્ટથી લગભગ 95 કિલોમીટર ઉત્તરપૂર્વમાં સ્થિત છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.