છેલ્લાં 10 વર્ષમાં ભારતની ઇકોનોમીએ દુનિયામાં વિકસિત દેશનું ઉદાહરણ આપ્યું : કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમન

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

રેક બજેટ આપણને આત્મા નિર્ભર ભારતઅને વિકસીત ભારતના ધ્યેયની નજીક લઈ જાય છે : કેન્દ્રીય નાણા મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમન

કોંગ્રેસ અને ઇન્ડિયા ગઠબંધનનાં પોતાના ઉમેદવાર પોતાની પાર્ટીના ઝંડા લઈ જવા ઇનકાર કરી રહ્યા છે.પાર્ટી પોતાનો ઝંડો નથી બચાવી શક્તિ તે દેશ કેવી રીતે બચાવશે ?માત્ર PM મોદીને કેવી રીતે હટાવવા તે અંગે વાત કરે છે. ઇન્ડિ એલાયન્સ માત્ર નામનું બન્યું છે.

કેન્દ્રીય નાણા મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમન એ તેમના ગુજરાત પ્રવાસ દરમ્યાન બે કાર્યક્રમોમાં હાજરી આપી હતી, પ્રથમ કાર્યક્રમમાં તેમણે કહ્યું હતું કે છેલ્લાં 10 વર્ષમાં ભારતની ઇકોનોમીએ દુનિયામાં વિકસિત દેશનું ઉદાહરણ આપ્યું છે. નાનામાં નાના વર્ગને ઉપર લાવવાનું કામ મોદી સરકારે કર્યું. વડાપ્રધાન મોદી પાસે 2047 સુધીનું પ્લાનિંગ છે. ટેસ્લાના વડા એલન મસ્ક હવે ભારત આવી રહ્યા છે અને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની સાથે તેમની મુલાકાત દર્શાવે છે કે ભારત હવે એક મોટા ટેક-રીવોલ્યુશન ભણી આગળ વધી રહ્યું છે અને વિશ્ર્વની મોટી કંપનીઓ ભારતમાં તેના ઉત્પાદન એકમો લાવી રહી છે.અમે ઈચ્છીએ છીએ કે મેન્યુફેક્ચરર્સ અને રોકાણકારો ભારત માટે તેમ જ અહીંથી નિકાસ કરવા માટે આવે અને ઉત્પાદન કરે. અમે નીતિ સંબંધિત બાબતોથી ઉત્પાદકો અને રોકાણકારોને આકર્ષિત કરવાનો પ્રયત્ન કરશું.ભાજપ સરકાર શિક્ષણ, મેડિકલ ફેસિલિટી, સામાન્ય લોકો સુધી રાંધણ ગેસ, પાણી પહોંચે તેવો પ્રયાસ કર્યો, તથા બેંક દ્વારા નાના વર્ગના લોકોને સ્મોલ લોન મળે તેવો પણ ભાજપ સરકારે પ્રયાસ કર્યો છે.

વર્ષ 2014 અગાઉ અર્થતંત્ર ખરાબ સ્થિતિમાં હતું અને ફુગાવો બે આંકડામાં હતો. તે સમયે દેશને કોઈ આશા ન હતી. ઘણી મહેનત બાદ આજે આપણે વિશ્વના પાંચમાં ક્રમના સૌથી મોટા અર્થતંત્ર તરીકે ઉભરી રહ્યા છીએ. 2014 બાદ અર્થવ્યવસ્થાનું સ્થિર વિકાસ થયો છે. ભારત પાસે હવે દરેક સમસ્યાઓનું સમાધાન છે.

નિર્મલા સીતારમને કોંગ્રેસના રાહુલ ગાંધી ઉપર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે તેમણે છેલ્લા પાંચ વર્ષમાં વાયનાડનો એક પણ વિષય ઉઠાવ્યો નથી. કોંગ્રેસ અને ઇન્ડિયા ગઠબંધનનાં પોતાના ઉમેદવાર પોતાની પાર્ટીના જ ઝંડા લઈ જવા ઇનકાર કરી રહ્યા છે.પાર્ટી પોતાનો ઝંડો નથી બચાવી શક્તિ તે દેશ કેવી રીતે બચાવશે ?અન્ય પક્ષો દેશને કેવી રીતે આગળ લઈ જવા તેનો વિચાર કરતા નથી, માત્ર વડાપ્રધાન મોદીને કેવી રીતે હટાવવા તે અંગે વાત કરે છે.ઇન્ડિ એલાયન્સ માત્ર નામનું બન્યું છે. ઇન્ડી એલયાન્સ એકજૂથ નથી, દરેક રાજ્યોમાં અમે સાબિત કર્યું કે આ લોકો એક નથી તેમજ ઉદયનિધીનાં નિવેદન પર નિર્મલા સીતારમણે પ્રતિક્રિયા આપી હતી. એ.આઈ.એમ.આઈ.એમ  ના અધ્યક્ષ ઓવૈસી ઉપર પ્રહાર કરતાં તેમણે જણાવ્યું હતું કે તેઓ સતત બીભત્સ નિવેદન આપતા આવ્યા છે. ન માત્ર ઓવૈસી પણ તેમના ભાઈ પણ આ પ્રકારે નિવેદન આપતા રહ્યા છે. એટલે તેમની વિશે વાત કરવાનો કોઈ અર્થ નથી.

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એ કેન્દ્રીય નાણા મંત્રી શ્રીમતી નિર્મલા સીતારામન સાથે ડબલ્યુ.આઈ.આર.સી ઓફ આઈ.સી.એ.આઈ ના અમદાવાદ ચેપ્ટર સાથે સંયુક્ત રીતે શનિવારે ના રોજ “સંવાદ – વિકસિત ભારત @ 2047 વિષય પર એક વાર્તાલાપનું આયોજન કર્યું હતું.આ પ્રસંગે સ્વાગત પ્રવચનમાં જીસીસીઆઈના પ્રમુખ  અજય પટેલે કેન્દ્રીય નાણામંત્રી શ્રીમતી દ્વારા રજૂ કરાયેલ -6- કેન્દ્રીય બજેટની રેકોર્ડ સંખ્યાનો ઉલ્લેખ કર્યો હતો. તેઓએ ઉમેર્યું હતું કે  કેન્દ્રીય નાણામંત્રી દ્વારા પ્રસ્તુત દરેક બજેટ આપણને “આત્મા નિર્ભર ભારત” અને “વિકસીત ભારત”ના ધ્યેયની નજીક લઈ જાય છે. તેમણે નોંધ લીધી હતી કે દરેક બજેટ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના ‘સબ કા સાથ સબ કા વિકાસ”ના મિશન પ્રત્યેની પ્રતિબદ્ધતા અને “મેક ઈન ઈન્ડિયા” સાથે ‘કૌશલ્ય આધારિત ભારત’ તરફના તેઓના અભિગમને પ્રતિબિંબિત કરે છે. તેમણે સ્ટાર્ટ અપ અને એમ.એસ.એમ.ઈ  ને રોજગારી પેદા કરવા અને ભારતને ” ફેક્ટરી ઓફ ધ વર્લ્ડ” બનાવવા માટે આપવામાં આવેલા ઘણા પ્રોત્સાહનો વિશે વાત કરી હતી. તેઓએ એમ.એસ.એમ.ઈ વ્યવસાયોને ટેકો આપવા માટે કોવિડ’19 પેન્ડેમિક દરમિયાન શરૂ કરવામાં આવેલી ઈ.સી.એલ.જી.એસ યોજના વિશે પણ વાત કરી હતી તેમજ કેન્દ્રીય સરકારશ્રી દ્વારા લેવામાં આવેલ ગ્રીન ગ્રોથ, ઈન્ફાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ, રિસર્ચ અને ડેવલપમેન્ટ વગેરેને પ્રોત્સાહન આપતા પગલા તેમજ સ્ટાર્ટ-અપ્સ અને એમ.એસ.એમ.ઈ ને પુરા પાડવામાં આવેલ પ્રોત્સાહન અને કૃષિ વૃદ્ધિ અને ખેડૂતોના કલ્યાણની ખાતરી અને પગારદાર મધ્યમ વર્ગને રાહત આપવા માટેની સરકારની પ્રતિબદ્ધતાની પ્રશંસા કરી હતી.ICAIની તત્કાલીન પૂર્વ પ્રમુખ CA અનિકેત તલાટીએ તેમના સંબોધનમાં પ્રકાશ પાડ્યો કે અમદાવાદ શાખા દેશની બીજી સૌથી મોટી સી.એ  શાખા તરીકેનું ગૌરવ ધરાવે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે તાજેતરમાં શ્રીમતી નિર્મલા સીતારમન દ્વારા મંજૂર કરાયેલ નવો અભ્યાસક્રમે અસાધારણ ગુણવત્તા માટે વ્યાપક પ્રશંસા મેળવી છે.

તેમના મુખ્ય વક્તવ્યમાં માનનીય કેન્દ્રીય નાણા મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમને 2047 સુધીમાં “વિકસીત ભારત”ને સાકાર કરવાની સરકારની પ્રતિબદ્ધતાને રેખાંકિત કરી હતી. તેમણે માનનીય પ્રધાનમંત્રીના કાર્યકાળ શરૂ થયો તે પહેલા બે આંકડાનો ફુગાવો અને વિદેશમાં જતા વ્યવસાયો જેવા ભૂતકાળના પડકારોની નોંધ લેતા ભારતના આર્થિક પરિવર્તન વિષે ચર્ચા કરી હતી કે, નિર્ણાયક પગલાં અને સંયુક્ત પ્રયાસોએ અર્થતંત્રને તેની વર્તમાન મજબૂત સ્થિતિમાં પહોંચાડયું છે. આર.બી.આઈ હવે ટ્વીન બેલેન્સ શીટ સમસ્યાને એક લાભ તરીકે જુએ છે, જે અસરકારક સરકારી પગલાંને પ્રતિબિંબિત કરે છે. કોવિડ-19 પૅન્ડેમિકના પગલે, ભારતીય બેંકોએ તેમના વૈશ્વિક સમકક્ષોથી વિપરીત સ્થિતિસ્થાપકતા દર્શાવી છે. સફળ બેંકિંગ ઠરાવો અને વિલીનીકરણ ભારતની નાણાકીય શક્તિ દર્શાવે છે. વધુમાં, એમ.એસ.એમ.ઈ, અવકાશ અને કોલસા જેવા પુનર્જીવિત ક્ષેત્રો ભારતના ઉત્પાદન-કેન્દ્રિત આર્થિક દ્રષ્ટિ સાથે સંરેખિત છે. રોકાણને આકર્ષવામાં અને પી.એલ.આઈ જેવી પ્રગતિશીલ નીતિઓને આગળ વધારવામાં ગુજરાતની મહત્ત્વની ભૂમિકા સ્પષ્ટ છે અને કાપડ, સેમિકન્ડક્ટર્સ, કેમિકલ્સ અને એરોસ્પેસમાં તેની સફળતા તેની વૈશ્વિક આર્થિક ક્ષમતાને પ્રકાશિત કરે છે તેવું તેઓએ જણાવ્યું હતું. તેઓએ ગુજરાત રાજ્યની પ્રશંસામાં વધુમાં જણાવ્યું હતું કે 5% વસ્તી ધરાવતું રાજ્ય નેશનલ જીડીપીમાં 8.3% થી વધુ યોગદાન આપે છે. ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ ના માનદ મંત્રી – રિજિયોનલ શ્રી પ્રશાંત પટેલે ઇન્ટરેક્ટિવ સત્રનું સંચાલન કર્યું હતું. ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ ના માનદ મંત્રી શ્રી અપૂર્વ શાહ દ્વારા આભાર વિધિ પછી કાર્યકર્મનું સમાપન કવામાં આવ્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.