જો સરહદો સુરક્ષિત રહી હોત તો ભારત ઝડપથી આગળ વધ્યું હોત: NSA ડોભાલ

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજીત ડોભાલે શુક્રવારે જણાવ્યું હતું કે ભારત ઝડપી ગતિએ પ્રગતિ કરી રહ્યું છે અને આગામી વર્ષોમાં આર્થિક અને લશ્કરી રીતે વધુ ઊંચાઈ હાંસલ કરશે. જો કે, તેમણે ખેદ વ્યક્ત કર્યો કે જો ભારતની સરહદો વધુ સુરક્ષિત હોત તો દેશ વધુ ઝડપથી આગળ વધી શક્યો હોત. NSA ડોભાલ શુક્રવારે BSE ઇન્વેસ્ટિચર સેરેમનીમાં રૂસ્તમજી મેમોરિયલ લેક્ચર આપી રહ્યા હતા. આ દરમિયાન તેમણે કહ્યું, ‘જો પશ્ચિમ અને ઉત્તરમાં આપણી સરહદો સુરક્ષિત હોત તો આપણા દેશની પ્રગતિ વધુ ઝડપી બની શકી હોત.’ સંરક્ષણ સહિત તમામ ક્ષેત્રોમાં ‘આત્મનિર્ભરતા’ હાંસલ કરવાના સરકારના પ્રયાસની પ્રશંસા કરતાં તેમણે કહ્યું કે ભારત આગામી દસ વર્ષમાં એક મોટા શસ્ત્ર નિકાસકાર તરીકે ઉભરી આવશે.

હકીકતમાં, રક્ષામંત્રી રાજનાથ સિંહે તાજેતરમાં જણાવ્યું હતું કે કેવી રીતે ભારતની રક્ષા નિકાસ 2014 માં 600-800 કરોડ રૂપિયાથી વધીને 2024 માં 31 હજાર કરોડ રૂપિયા થઈ ગઈ છે અને તે આગામી પાંચ વર્ષમાં રૂ. 50 હજાર કરોડને પાર કરી જશે. BSF કાર્યક્રમને સંબોધતા NSA ડોભાલે કહ્યું, ‘આજે ભારત બદલાઈ રહ્યું છે, આપણે બદલાતા સમયમાં જીવી રહ્યા છીએ. આગામી 10 વર્ષોમાં આપણો દેશ ન માત્ર વિશ્વની અગ્રણી અર્થવ્યવસ્થાઓમાંનો એક બની જશે, પરંતુ વિશ્વના સૌથી અદ્યતન દેશો અને લશ્કરી શક્તિઓમાં પણ સામેલ થશે. દેશ આત્મનિર્ભર બનશે. ભારત, અત્યાર સુધી શસ્ત્રો અને સાધનોનો આયાતકાર હતો, હવે તેનો મુખ્ય નિકાસકાર બની ગયો છે.

ડોભાલે કહ્યું કે મોદી સરકારે આપણી સરહદોની સુરક્ષા પર વિશેષ ધ્યાન આપ્યું છે. તેનું પરિણામ આજે જોવા મળી રહ્યું છે. ડોભાલે કહ્યું કે, ‘વડાપ્રધાન દરેક દિવાળી BSF, ITBP અને આર્મીના જવાનો સાથે દૂરની સરહદો પર ઉજવે છે.’ તેમણે સરહદ પરના 12 હજાર ગામોના સર્વેનો શ્રેય પણ વડા પ્રધાનને આપ્યો અને કહ્યું કે જો સત્તામાં રહેલા મોટા નેતાઓ સરહદોની ગંભીરતા અને મહત્વ સમજે તો અડધું કામ આપોઆપ થઈ જાય છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.